શું આવતા 6થી 8 મહિનામાં ખતમ થઈ જશે કોરોના વાયરસ? જાણો એક્સપર્ટસને કઈ વાતોની છે ચિંતા?

જે લોકોને આશા હતી કે કોરોના વાયરસ જેટલી ઝડપથી આવ્યો છે એટલી જ ઝડપથી ખતમ થઈ જશે, એ લોકો માટે થોડા ખરાબ સમાચાર છે.

નવી દિલ્લીઃ જે લોકોને આશા હતી કે કોરોના વાયરસ જેટલી ઝડપથી આવ્યો છે એટલી જ ઝડપથી ખતમ થઈ જશે, એ લોકો માટે થોડા ખરાબ સમાચાર છે. મહામારી વિશેષજ્ઞોએ કહ્યુ છે કે અત્યાર સુધી દુનિયાએ જે સ્થિતિનો સામનો કર્યો છે, તે જ સ્થિતિનો સામનો હજુ લાંબા સમય સુધી કરવો પડશે અને લોકોએ તેના માટે સંપૂર્ણપણે તૈયાર રહેવુ જોઈએ. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે અત્યાર સુધી દુનિયાએ જે સ્થિતિને સામનો કર્યો છે જેમાં કોરોના વાયરસના નવા નવા વેરિઅંટસનુ આવવુ, શૈક્ષણિક સંસ્થાઓનુ બંધ થવુ, હૉસ્પિટલોમાં ચિકિત્સા વ્યવસ્થા કથળી જવી... હજુ આવી સ્થિતિ જોવા મળશે.

ફરીથી આવશે મહામારીની નવી લહેર

ફરીથી આવશે મહામારીની નવી લહેર

મિનિયાપોલિસમાં મિનેસોટા વિશ્વવિદ્યાલયમાં સંક્રમક રોગ અનુસંધાન અને નીતિ કેન્દ્રના નિર્દેશક માઈકલ ઓસ્ટરહોમે ચેતવણી આપી છે. અત્યારે કોરોના વાયરસના કેસોમાં ભલે ઘટાડો જોવા મળી રહ્યો હોય પરંતુ બેદરકારી રાખવાની જરૂર નથી કારણકે કોરોના વાયરસની નવી લહેર ઘણી સરળતાથી આવી શકે છે અને ફરીથી એક વાર કોરોના વાયરસનો ગ્રાફ ઝડપથી વધી શકે છે. તેમણે કહ્યુ કે કોરોના વાયરસે દુનિયાભરમાં નબળી ઈમ્યુન સિસ્ટમવાળી વસ્તીને પ્રભાવિત કરી છે અને હાલમાં તેના અંતની સંભાવના નથી દેખાઈ રહી. બ્લૂમબર્ગ સમાચાર એજન્સી સાથે વાત કરીને ઓસ્ટરહોમે કહ્યુ કે, 'આ વાયરસ હાલમાં ઘટતો દેખાઈ રહ્યો છે પરંતુ મારુ માનવુ છે કે ઠંડીમાં ફરીથી કેસો વધવા લાગશે.'

જલ્દી નહિ આવે કોવિડ-19નો અંત

જલ્દી નહિ આવે કોવિડ-19નો અંત

દુનિયાના લગભગ બધા વૈજ્ઞાનિક એ વાત પર સંમત છે કે કોવિડ-19નો અંત જલ્દી નથી થવાનો. કમસે કમ આવતા છથી આઠ મહિનામાં તો બિલકુલ નહિ. મહામારી સમાપ્ત થવા પહેલા, દુનિયામાં દરેક વ્યક્તિ કમસે કમ એક વાર વાયરસથી સંક્રમિત થશે, અમુક બદનસીબ લોકોએ આનાથી વધુ વાર સંક્રમિત થવુ પડશે. કોરોના વાયરસના અલગ-અલગ વેરિઅંટ બનશે અને આ લોકોને પોતાની ચપેટમાં લેતો રહેશે અને ત્યાં સુધી લેતો રહેશે જ્યાં સુધી બધા લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં ન આવે અથવા આપણે કોરોના વાયરસથી સંક્રમિત ન થઈ જઈએ.

રસીકરણની ગતિ વધારવાનો જ વિકલ્પ

રસીકરણની ગતિ વધારવાનો જ વિકલ્પ

વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે કોવિડ-19 સાથે લડાઈના પહેલા તબક્કામાં માનવી માટે એક પ્રભાવી રસી બનાવવી સૌથી મોટી લડાઈની પહેલા તબક્કાની જીત હતી અને હવે જ્યારે દુનિયામાં ઘણી પ્રકારના પ્રભાવી રસી આવી ચૂકી છે તો જરૂર એ વાતની છે કે વિશ્વમાં દરેક વ્યક્તિને રસી કેવી રીતે લાગે. ભલે રોજ રસીકરણનો દર વધી રહ્યો છે તેમછતાં દુનિયાભરમાં અબજો લોકોને હજુ પણ રસી લગાવવાની બાકી છે અને હંમેશા એવા લોકો રહેશે જેમને વાયરસ પોતાની ચપેટમાં લેતો રહશે અને તેનાથી બીજા લોકો સંક્રમિત થતા રહેશે. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે સૌથી મોટી મુશ્કેલી એ છે કે કોરોના વાયરસ એવા વેરિઅંટનુ નિર્માણ કરી રહ્યો છે જેના પર વેક્સીનની અસર ઘણી ઓછી થશે, જે સૌથી મોટુ જોખમ છે. માટે વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે જલ્દી કોરોના વાયરસને ખતમ કરવો એ સપનુ જોવા સમાન છે અને લોકોએ હજુ કડક નિયમોનુ પાલન કરવુ પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X