દેશની સાથે રમત રમનારોઓને જનતા માફ નહીં કરે: રામદેવ

baba ramdev
અયોધ્યા, 19 જૂન : યોગગુરુ બાબા રામદેવે જણાવ્યું કે ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા અને ઉત્તર પ્રદેશનું નામ અવધ હોત તો આપણને સૌને ગર્વ થતું. રામદેવે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત ન્યૃત્ય ગોપાલદાસના 75માં જન્મ દિવસ તથા 50માં પટ્ટાભિષેક પર આયોજિત અમૃત મહોત્સવને સંબોધિત કરતા જણાવ્યું કે દેશ પડકારોમાંથી પસાર થઇ રહ્યો છે.

તેમણે જણાવ્યું કે ભારત માતાની સાથે છેતરપિંડી કરનારાઓને સમય આવવા પર સબક શીખવાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવવું તેમનો ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે આ વર્ષે દેશની સાથે રમત રમનારાઓને દેશની જનતા માફ નહીં કરે તથા આવતા વર્ષે આર્થિક તથા સામાજિકરીતે સંપન્ન ભારતનું નિર્માણ થશે. તેમણે કહ્યું કે દેશના ભાગલા પાડનારાઓને સબક શીખવાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અયોધ્યાના મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 13 જૂન 2013ના રોજ ટેલિફોન પર સંપર્ક કર્યો હતો. ગોપાલદાસજીના 75માં જન્મદિવસ પર અમૃત મહોત્સવ અયોધ્યામાં 19થી 22 જૂન 2013 સુધી આયોજીત આ મહોત્સવમાં હાજરી આપવા મહંતજીએ મોદીને ભાવભીનું આમંત્રણ આપ્યું હતું.

જોકે નરેન્દ્ર મોદીએ આના માટે મહંતજી સાથે ફોન પર વાત કરતા વિનમ્રભાવ સાથે જણાવ્યું હતું કે પૂર્વનિર્ધારિત કાર્યક્રમોને કારણે તેમનું અમૃત મહોત્સવમાં આવવું મુશ્કેલ છે. જોકે મોદીએ મહંતજીને અમૃત મહોત્સવની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X