Avatar 2 જોતા જોતા વ્યક્તિનું થિયેટરમાં મોત, જાણો શું છે પુરો મામલો?

જેમ્સ કેમેરોનની બહુચર્ચિત ફિલ્મ અવતાર 2 જોવા થિયેટર પહોંચેલા એક વ્યક્તિનું મોત થયુ હોવાના અહેવાલ છે.

જેમ્સ કેમેરોનની બહુચર્ચિત ફિલ્મ અવતાર 2 જોતા જોતા એક વ્યક્તિનું મોત થયુ છે. મળતી વિગતો અનુસાર, આધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના પદ્મપુર શહેરમાં આ ઘટના સામે આવી છે. માહિતી અનુસાર, અહીં એક વ્યક્તિ અવતાર 2 જોવા માટે થિયેટરમાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા તેનું મોત થયુ છે.

Avatar 2

રિપોર્ટ અનુસાર, લક્ષ્મી રેડ્ડી તેના ભાઈ રાજુ રેડ્ડી સાથે અવતાર 2 ફિલ્મ જોવા માટે થિયેટરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ફિલ્મ જોતા જોતા લક્ષ્મી રેડ્ડી અચાનક ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને પદ્મપુર હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં તેમને મૃત જાહેર કરાયા હતા. વિગતો અનુસાર, મૃતક લક્ષ્મી રેડ્ડી બે બાળકોના પિતા હતા.

જો કે તેમના મોત માટે ફિલ્મ જવાબદાર નથી. મૃતક લક્ષ્મી રેડ્ડીને હાઈ બ્લડ પ્રેશરની બિમારી હતી. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, ફિલ્મ દરમિયાન અતિશય ઉત્તેજનાથી તેમને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. હાલ આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ પહેલી વખત નથી જ્યારે કોઈ વ્યક્તિનું ફિલ્મ દરમિયાન મોત થયુ હોય. આ પહેલા 2010માં અવતાર ફિલ્મના પહેલા ભાગ દરમિયાન તાઈવાનમાં એક 42 વર્ષીય વ્યક્તિનું મોત થયુ હતું. અહીં પણ હાર્ટ એટેકને કારણે મોત થયુ હતું.

જેમ્સ કેમરોનની બહુચર્ચિત ફિલ્મ અવતાર - ધ વે ઓફ વોટર 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દર્શકો છેલ્લા 12 વર્ષથી આ ફિલ્મના પાર્ટ-2ની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ભારતમાં સારું પ્રદર્શન કરી રહી છે. રિલીઝ થઈ ત્યારથી ઘણા સિનેમાઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X