પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ રેકોર્ડ તોડ્યો, સૌથી ઉંચા સ્તરે
પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો તેના બે મહિનાના સૌથી ઉપરના સ્તરે છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની નવી કિંમત 77.72 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈ માં 85.14 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં 80.66 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં 80.74 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયી છે. એચપીસીએલ વેબસાઈટ અનુસાર 7 જૂન પછી પેટ્રોલની કિંમતમાં આવેલી આ સૌથી મોટી તેજી છે.

ડીઝલની કિંમતોએ આગ લગાવી
પેટ્રોલની સાથે સાથે ડીઝલની કિંમતો પણ આગ લગાવી રહી છે. શુક્રવારે દિલ્હીમાં ડીઝલ 69.23 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં 73.49 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં 72.07 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં 73.13 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. એક્સપર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવા અને ડોલરને મુકાબલે રૂપિયો ઘટવાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં તેજી આવી છે.

હાલમાં રાહતના કોઈ આસાર નથી
એક્સપર્ટ અનુસાર હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાહત મળે તેવી કોઈ જ સ્થિતિ નથી દેખાઈ રહી. ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યાં કાચા તેલની કિંમત વધી રહી છે. ત્યાં જ બીજી બાજુ ડોલરને મુકાબલે ભારતીય રૂપિયો સતત ઘટી રહ્યો છે. ડીઝલની કિંમતો વધવાને કારણે રોજ ઉપયોગની વસ્તીઓ મોંઘી થવાને કારણે લોકોને વધારે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

અશ્મિભૂત ઇંધણના ઉત્પાદન પર ભાર
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે પ્રધાનમંત્રી મોદી ઘ્વારા નિવેદન આવ્યું હતું કે કેન્દ્ર સરકાર અશ્મિભૂત ઇંધણના ઉત્પાદન માટે ગંભીર ધ્યાન આપી રહી છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે પેટ્રોલીયમ આયાતમાં તેઓ ઘણી બચત કરી શકે છે છે. તેમને જણાવ્યું હતું કે બાયોફ્યુઅલના ઉત્પાદનમાંથી ક્રૂડ ઓઇલના આયાતનો ખર્ચ ઘટાડી શકાય છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે.