For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડિઝલ સસ્તુ થયું, કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ધરખમ ઘટાડો કર્યો!

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘડાટો કરવા જઈ રહી છે. સમાચાર અનુસાર, પેટ્રોલ પર 5 અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 10 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

|
Google Oneindia Gujarati News

દિવાળીની પુર્વ સંધ્યાએ દેશના નાગરિકો માટે એક સારા અને મોટા સમાચાર આવ્યા છે. મળતી વિગતો અનુસાર, દેશના લોકોને મોંઘવારીની માર વચ્ચે મોટી રાહત મળી છે. ભારતમાં હાલ પેટ્રોલ-ડિઝલના ભાવને લઈને બબાલ ચાલી રહી છે ત્યારે હવે સરકારે મોટી રાહત આપી છે.

Petrol-diesel

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘડાટો કરવા જઈ રહી છે. સમાચાર અનુસાર, પેટ્રોલ પર 5 અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 10 રૂપિયાનો ઘટાડો કરાયો છે. એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો થતા હવે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સીધો ઘટાડો થશે. સીધી રીતે કહીએ તો પેટ્રોલના ભાવમાં 5 અને ડિઝલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થશે.

ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે. વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવને કારણે પરિવારોનું બજેટ બગડી રહ્યું છે. જેના કારણે વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહી હતી. ત્યારે હવે સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ઘડાટો કરીને વિરોધીઓને ચુપ કરવાનો પ્રયાસ કર્યો છે.

અહીં એક વાત ઉલ્લેખનિય છે કે, પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો થવા છત્તા કેટલાય શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા કરતા વધુ રહેશે. જો કે, ડિઝલના ભાવમાં ઘટાડો થતા હવે ખેડૂતો સહિત તમામ ઉદ્યોગોને મોટો ફાયદો થશે.

English summary
Petrol-diesel will be cheaper, central government drastically reduces excise duty!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X