For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આનંદોઃ પેટ્રોલ બે રૂપિયા સસતું, નવો ભાવ મધરાતથી લાગુ

|
Google Oneindia Gujarati News

petrol-pump
નવી દિલ્હી, 15 માર્ચઃ આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં થયેલા ઘટાડા અને રૂપિયો મજબૂત થવાના કારણે પેટ્રોલના ભાવમાં રૂપિયા 2 સુધીનો ઘટાડો નોંધાયો છે. નવો ભાવ આજ રાતથી લાગુ કરવામાં આવશે.

નવા ભાવ પ્રમાણે દિલ્હીમાં પેટ્રોલ 2.40 રૂપિયા અને મુંબઇમાં પેટ્રોલ પ્રતિ લિટર 2.52 રૂપિયા સસતું થયું છે. જો કે, ડિઝલના ભાવમાં કોઇ વધારો નોંધાયો નથી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ત્રણ ડોલર પ્રતિ બેરલથી વધારે ઓછી તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પેટ્રોલ એક રૂપિયો સસતું અને પેટ્રોલ 50 પૈસા મોંઘુ થવાની શક્યતા હતી, પરંતુ પેટ્રોલના ભાવમાં આશાઓ કરતા વધારે ઘટાડો થયો જ્યારે ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે પેટ્રોલની કિંમતમાં આ વખતે થયેલા ઘટાડા પહેલા ફેબ્રુઆરીમાં પેટ્રોલનો ભાવ બે વાર વધારાયો છે. આ પહેલા 16 ફેબ્રુઆરીએ રૂપિયા 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને 1લી માર્ચે જ ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં 1.40 રૂપિયા પ્રતિ લિટર વધારવામાં આવ્યો હતો. 1 માર્ચે ઓઇલ કંપનીઓએ 15 દિવસમાં પેટ્રોલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

ક્યાં કેટલું સસ્તુ થયું પેટ્રોલ

શહેર--- નવો ભાવ(રૂ. પ્રતિ લિટર)--- કેટલો થયો ઘટાડો
દિલ્હી---- 68. 34 --- 2.40 રૂપિયાનો ઘટાડો
મુંબઇ---- 75.14--- 2.57 રૂપિયાનો ઘટાડો
ચેન્નાઇ---- 71.41 ---- 2.54 રૂપિયાનો ઘટાડો
કોલકતા--- 75.84 ---- 2.50 રૂપિયાનો ઘટાડો

English summary
The government on Friday announced that the petrol prices have been cut by Rs2 per litre, excluding local taxes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X