ખુશખબરી! પેટ્રોલ અને ડિઝલના ભાવ થયા ઓછા, જાણો અહીં કેટલા

Posted By:
Subscribe to Oneindia News

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટી ગયા છે. આ ભાવ આજ દિવસથી જ લાગુ થયા છે. પેટ્રોલના ભાવ 3.77 રૂપિયા પ્રતિ લીટર ઓછા થયા છે. તો ડિઝલના ભાવ 2.91 રૂપિયા ઓછા થયા છે. 1 એપ્રિલ 2017થી આ નવા ભાવ તમામ પેટ્રોલપંપ પર લાગુ પડશે. નોંધનીય છે કે આ પહેલા પેટ્રોલની કિંમત 71.14 રૂપિયા પ્રતિ લિટર હતી. અને ડિઝલનો ભાવ 59.02 રૂપિયા પ્રતિ લિટર. નોંધનીય છે કે આ વર્ષે 16 જાન્યુઆરીના રોજ પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા હતા. જેમાં પછી તેની કિંમત 54 પૈસા પ્રતિ લીટર વધારવામાં આવી હતી. અને ડિઝલ 1.20 રૂપિયા પ્રતિ લિટર. તે પછી પણ ભાવ વધારો થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.

pertrol

ત્યારે આજે પેટ્રોલના ભાવમાં 3.77 રૂપિયા અને ડિઝલના ભાવમાં 2.91 રૂપિયા ઓછા થવાથી લોકોએ હાશકારો અનુભવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પોતાના નિવેદનમાં કહ્યું છે કે ડોલર અને ભારતીય રૂપિયાના એક્સચેન્જ રેટ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલ અને ડિઝલના ભાવાના આધાર પર આ ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે લોકોએ આ ભાવ ઘટાડા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

English summary
Petrol price slashed by Rs 3.77 per liter and diesel by Rs 2.91 per liter
Please Wait while comments are loading...