Photos : નરેન્દ્ર મોદીની 27 જૂનની મુંબઇ મુલાકાત
મુંબઇ, 27 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની ચૂંટણી સમિતિના અધ્યક્ષ બન્યા બાદ પહેલી જ વાર આજે મુંબઈની મુલાકાત લીધી હતી. ગુરુવાર 27 જૂન, 2013ના રોજ તેમણે મુંબઇની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્ર અને મુંબઇ ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત તેઓ એનડીએના સાથી પક્ષ શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની મળ્યા હતા. ત્યાર બાદ તેમણે એફઆઇઆઇના એક સંમેલનમાં હાજરી આપી હતી.

1
મુંબઇમાં મોદી

2
ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત

3
મુંબઇમાં ઉત્સાહભેર સ્વાગત

4
મુંબઇ ભાજપના કાર્યકરો સાથે

5
મહારાષ્ટ્ર ભાજપ સાથે બેઠક યોજી

6
પુષ્પગુચ્છ આપી સ્વાગત

7
વસુંધરા રાજે સાથે પણ ચર્ચા કરી

8
મુંબઇવાસીઓ ઘેરી વળ્યા
નરેન્દ્ર મોદી લોકસભાની હવે પછીની ચૂંટણી માટે ભાજપની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે આજે મુંબઇમાં ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા. જો કે આ બેઠકમાં પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ નીતિન ગડકરીની ગેરહાજરી સૂચક હતી. મોદી ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના વડા નિમાયા ત્યારબાદ આ પહેલી જ વાર મુંબઈની મુલાકાતે આવ્યા છે.
બંધબારણે યોજાયેલી બેઠકમાં મોદી સાથે ભાજપમાં મહારાષ્ટ્રનો હવાલો સંભાળતા મહામંત્રી રાજીવ પ્રતાપ રુડી, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રકાશ જાવડેકર, લોકસભામાં બાજપના નાયબ અધ્યક્ષ ગોપીનાથ મુંડે, મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ દેવેન્દ્ર ફડનવીસ, મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા એકનાથ ખડસે તથા વિનોદ તાવડે સહિત ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. બાન્દ્રાની રંગ શારદા હોટેલમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજવામાં આવી હતી. મોદી મુંબઈમાં તેમના રોકાણ દરમિયાન તાજમહેલ હોટેલમાં એફઆઇઆઇના એક સંમેલનમાં ઉદબોધન પણ કર્યું હતું.












Click it and Unblock the Notifications
