For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના પોઝિટિવ મહિલાનો રેપ કર્યો, આરોપી તિહાર જેલમાં કેદ, હડકંપ મચ્યો

તિહાર જેલમાં કેદ રેપ આરોપીને આઈસોલેટ કરવામાં આવ્યો છે. આરોપીનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તિહાર જેલમાં કેદ રેપ આરોપીને આઈસોલેટ કરવામાં આવ્યો છે. આરોપીનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે. જેલના અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ આરોપી પર જે મહિલા સાથે રેપ કરવાનો આરોપ લાગ્યો છેસ તે કોરોનાથી સંક્રમિત છે. આ સમાચારથી જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. આરોપી સાથે રહેતા બે કેદીઓને પણ અન્ય કેદીઓથી અલગ કરી દેવામાં આવ્યા છે. આરોપીને થોડા દિવસ પહેલા તિહાર જેલ નંબર 2માં લાવવામાં આવ્યો હતો. જેલ પ્રશાસનનું કહેવું છે કે જેલમાં આવેલ તમામ નવા કેદીઓને અલગ સેલમાં 14 દિવસ સુધી ક્વારંટાઈનમાં રાખવામાં આવે છે, માટે વધુ પરેશાનીની કોઈ વાત નથી.

tihar jail

તિહારમાં વધ્યો કોરોનાનો ખતરો

તિહાર જેલમાં હવે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધ્યો છે. રેપનો એક આરોપીને થોડા દિવસ પહેલા તિહારના જેલ નંબર 2માં લાવવામાં આવ્યો હતો. 9 મેના રોજ તિહાર જેલ પ્રશાસનને માલૂમ પડ્યું હતું કે જે યુવતીનો રેપ થયો હતો તે યુવતીને કોરોના પોઝિટિવ છે. તિહાર જેલ પ્રશાસનને આ વાતની જાણકારી મળી તો આરોપી અને તેનની સાથે બંધ અન્ય 2 કેદીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા છે. જેનો રિપોર્ટ સોમવારે સાંજ સુધી આવવાની સંભાવના છે. કોરોના સંદિગ્ધ આરોપી જેલ નંબર 2માં બંધ હતો અને જેલ નંબર 2માં બિહારના બાહુબલી માફિયા ડોન શહાબુદ્દીન અને અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન પણ બંધ છે. જો કે તે કોઈના સંપર્કમાં નથી આવ્યા, જેલમાં તેમની અલગ સેલ છે. તિહાર જેલ પ્રશાસનનું કહેવું છે કે જેલમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થઈ રહ્યું છે. જેલમાં આવેતા દરેક નવા કેદીની સ્ક્રીનિંગ થાય છે.

કોરોનાની જંગમાં કેદી પણ યોગદાન આપી રહ્યા છે

જણાવી દઈએ કે કોરોનાથી જંગ જીતવામાં દિલ્હીના તિહાર જેલના કેદી પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. પોલીસની ડ્યૂટી આપી રહેલ લોકો માટે કેદી હવે હેન્ડ સેનેટાઈઝર પણ બનાવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેદીઓએ અત્યાર સુધી 2000 લીટરથી વધુ સેનેટાઈઝર બનાવી લીધું છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અદિકારીએ કહ્યું કે કોરોના વાયરસ સામેની જંગ જીતવામાં ફલ્ડમાં કામ કરી રહેલ પોલીસ કર્મીઓ માટે મોટા લેવલ પર માસ્ક અને સેનેટાઈઝરની જરૂરત છે.

આ પણ વાંચોઃ ગુજરાતને લૉકાડઉનમાં રાહત જોઈએ, મુખ્યમંત્રીએ કહ્યું- શાળાઓ ખોલી શકાશેઆ પણ વાંચોઃ ગુજરાતને લૉકાડઉનમાં રાહત જોઈએ, મુખ્યમંત્રીએ કહ્યું- શાળાઓ ખોલી શકાશે

English summary
physical attack victim found corona positive accused is in tihar jail
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X