શું વિજય માલિયા ભારતના રિચર્ડ બ્રૈનસન છે?
ભલે વિજય માલિયા આજે ટ્વિટ કરીને કહી દીધું હોય કે તે ભગોડા નથી અને તે દેશ છોડીને ભાગ્યા નથી. તેમ છતાં હાલ દેશના તમામ સમાચારોમાં અને બન્ને સદનોમાં ખાલી તેમના નામની જ ચર્ચા થાય છે. જો કે લિકર કિંગ નામે ઓળખાતા વિજય માલિયાને તેના બિઝનેસ માટે ઓછા અને તેમના રંગીન સ્વભાવના કારણે વધુ ઓળખવામાં આવે છે.
તે જ્યારે દેશ છોડીને જતા રહ્યા છે તેવા સમાચાર પણ આવ્યા ત્યારે તે ખબર પણ આવી કે એક સુંદર હસીના અને 7 થી 9 મોટી બેગો લઇને માલિયા ભાગ્યા છે. એટલે કે ત્યાં પણ તેમનો સુંદર હસીનાઓએ સાથ છોડ્યો નહતો.
28 વર્ષની ઉંમરે યૂબી ગ્રુપના ચેરપર્સન બનનાર વિજય માલ્યા વિષે કહેવામાં આવે છે કે તે ભારતના રિર્ચડ બ્રૈનસન છે. એટલું જ નહીં માલિયા પર તો બ્રિટનના જાણીતા બિઝનેસમેન અને વર્ઝિન ગ્રુપના ફાઉન્ડની કોપી કરવાનો પણ આરોપ છે.

બ્રૈનસન Vs માલ્યા
રિચર્ડ બ્રૈનસન વર્જિન ગ્રુપના ફાઉન્ડર રિર્ચડ બ્રેનસન હંમેશા સુંદર મહિલાઓથી ધેરાયેલા રહે છે.
વિજય માલિયા- યુબી ગ્રુપના પૂર્વ માલિક તેવા વિજય માલિયાનો પણ તેવો એક ફોટો નથી જ્યારે તેમની આસપાસ કોઇ સુંદર છોકરી ના ઊભી હોય.

બ્રૈનસન Vs માલ્યા
રિચર્ડ બ્રેનસન- તેમણે પણ વર્ઝિન એરલાઇનની શરૂઆત કરી.
વિજય માલિયા- તેણે પણ કિંગફિશર એરલાઇનની શરૂઆત કરી. જો કે આ એરલાઇન તેમની બરબાદીનું પણ કારણ બની.

બ્રૈનસન Vs માલ્યા
રિચર્ડ બ્રૈનસન- લેટ નાઇટ પાર્ટી, આઇલેન્ડ, જેટ્સ અને સ્પોર્ટસ ટીમ ખરીદવાના શોખ રાખે છે.
વિજય માલિયા- માલ્યાએ પણ બેંગલુરુ રોયલ ચેલેઝર્સની આઇપીએલ ટીમના માલિક છે અને તેમની પાર્ટીઓ અને પાર્ટીની મસ્તીઓ માટે જાણીતા છે.

બ્રૈનસન Vs માલ્યા
રિચર્ડ બ્રૈનસન- રિર્ચડ દર વર્ષે તેમના એરલાઇન્સનું કેલેન્ડર નીકાળે છે જે ખૂબ જ હોટ હોય છે.
વિજય માલ્યા- માલ્યા પણ કિંગફિશર કેલેન્ડર નીકાળે છે જેણે પૂનમ પાંડે જેવી મોડેલને નામ અને દામ આપ્યા છે.

બ્રૈનસન Vs માલ્યા
વિજય માલ્યા અને રિચર્ડ બન્ને જ પોત પોતાની કંપનીને પ્રમોટ કરવાનો કોઇ મોકો નથી છોડતા. અને બન્નેને ફોટોઓ પડાવાનો અને પેઝ 3 પર રહેવાનો શોખ છે.












Click it and Unblock the Notifications
