ગુજરાત પોલિસ અને એટીએસને સફાળા જગાડ્યા એક કબૂતરે

ગુજરાત પોલિસના તે વખતે હોશ કોશ ઉડી ગયા જ્યારે એક શંકાસ્પદ કબૂતર પોલિસના હાથે લાગ્યું. આ કબૂતરના પગમાં એક ચીપ બાંધવામાં આવી હતી અને તેના બીજા પગ પર એક નાનકડી રિંગ હતી પાંખોમાં અરબી ભાષામાં કંઇક લખવામાં આવ્યું હતું. જેની જાણકારી પોલિસે ગૃહ મંત્રાલયને આપતા આ મામલે એટીએસને એલર્ટ કરવામાં આવ્યું છે.

pigeon

20 માર્ચે કોસ્ટલ પોલિસના બંકર પર આ કબૂતર બેઠું હતું ત્યારે તેને ત્યાંથી પકડવામાં આવ્યું હતું. ભારત પાક સમુદ્રી સીમા પર હાજર સુરક્ષાકર્મીએ આ કબૂતરને પકડ્યું હતું. સુરક્ષાકર્મી તેની પાંખ જોઇને હેરાન થઇ ગયા. એટલું જ નહીં તેના પગમાં ચીપ મળી આવતા તેમણે હેડક્વાટરમાં જાણ કરી.

શું છે આ કબૂતરનો રાજ?

1. કબૂતરને ફોરેન્સિક લેબમાં લાવવામાં આવ્યું. અને અરબી ભાષાના એક્સપર્ટને બોલાવામાં આવ્યા.
2. એક્સપર્ટે પાંખ પર રસૂલ-અલ-અલ્લાહ લખ્યું છે તેમ જણાવ્યું.
3. ચિપ પર બેજિંગ ડ્યૂઅલ લખ્યું હતું.
4. સાઇબર ક્રાઇમની બ્રાંચ આ ચિપને હાલ ડિકોડિંગ કરી રહી છે.
5. ભારતમાં આ જાતિના કબૂતર ઉત્તર ભારતમાં જોવા મળે છે.
6. વિદેશોના ખાડી દેશામાં આ કબૂતરનો દોડ માટે ઉપયોગ થાય છે.

જો કે આ રીતે કબૂતર પકડાતા, તંત્ર સાબદુ થયું છે. અને એટીએસને આ મામલે એલર્ટ પણ કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X