
'દુનિયા આજે માને છે કે ભારતનો સમય આવી ગયો છે', પીયુષ ગોયલે અર્થવ્યવસ્થા વિશે કહી આ વાત
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કાલે ચેન્નઈમાં IIT પરિસરમાં નૉલેજ પાર્કની મુલાકાત લીધી. છાત્રો સાથે વાત કરીને તેમણે કહ્યુ કે, 'નવાચાર એક વિચાર છે જે તમારા જીવનની દિન-પ્રતિદિનની સમસ્યાઓનુ સમાધાન આપે છે. પ્રારંભિક વિચાર આપણને એ નવાચાર આપશે જેની આ દેશને જરુર છે.' 2030 સુધીમાં માલ અને સેવાઓના નિકાસ લક્ષ્ય હેઠળ દેશ 2 ટ્રિલિયન USD (આશરે રૂ. 164 લાખ કરોડ) સુધી હાંસલ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ હાલમાં તમિલનાડુના પ્રવાસે છે.
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલૉજી(IIT)ના છાત્રોને સંબોધીને તેમણે કહ્યુ કે, 'દુનિયા આજે માને છે કે ભારતનો સમય આવી ગયો છે. આપણે 2047 સુધી દેશને 30 ટ્રિલિયન ડૉલરથી વધુની અર્થવ્યવસ્થા બનતો જોવા માંગીએ છીએ. આવતા 8 વર્ષોમાં આપણે ત્રણ ગણુ પ્રદર્શન જોવા માંગીએ છીએ જેથી આપણે 2 ટ્રિલિયન ડૉલરની નિકાસ અર્થવ્યવસ્થા બની શકીએ. આને ભારત મેળવી શકે છે એટલુ જ નહિ પરંતુ 2030 સુધી આને પાર પણ કરી શકે છે.'
પીયૂષ ગોયલે વધુમાં કહ્યુ કે, 'અમેરિકનો અને યુરોપિયનો પણ તમારા માટે ઘણી વસ્તુઓની રાહ જોશે. નવી પોષણક્ષમ કિંમતો પર સ્થિરતા, નવી ટેક્નોલૉજી સાથે જોડાવા માંગશે અને તેના માટે તેઓએ તમારી રાહ જોવી પડશે.' અન્ય એક કાર્યક્રમમાં રવિવારે સરકારી સ્ટોલનુ ઉદ્ઘાટન કરતાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ચેન્નાઈમાં નિકાસકારો સાથેની બેઠક સારી રહી. પીયૂષ ગોયલે ચેન્નાઈના માદિપક્કમ બસ સ્ટેન્ડ ખાતે જનસંપર્ક અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાઓના સ્ટોલનુ ઉદ્ઘાટન કર્યુ.
આ દરમિયાન પિયુષ ગોયલે એમ પણ કહ્યુ હતુ કે દક્ષિણનુ રાજ્ય સકળ ઘરેલુ ઉત્પાદ(SGDP)માં બીજા ક્રમે છે અને રાજ્ય કાપડ, ચામડુ, સીફૂડ, ઑટો ઘટકોના ક્ષેત્રોમાં મુખ્ય નિકાસકાર છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે અહીં કહ્યું, 'જ્યારે આપણે ભ્રષ્ટાચાર મુક્ત તમિલનાડુની વાત કરીએ છીએ ત્યારે આપણે ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ રીતે સંકળાયેલી સરકાર પર વિશ્વાસ નથી કરી શકતા નથી, જે ગરીબો માટે વિકાસના કામો નથી કરી રહી પરંતુ તે પોતાના પુત્ર અને પુત્ર માટે વિકાસના કામો કરી રહી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ, 'મને કહેવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર તામિલનાડુમાં સારી ગુણવત્તાના ચોખા ખરીદે છે અને મોકલે છે તેમ છતાં રાજ્ય સરકાર નબળી ગુણવત્તાના ચોખા આપી રહી છે. તેઓ (ડીએમકે) એટલા ડરી ગયા છે કે કોઈ પણ યોજનામાં તેઓ પીએમ મોદીની છબી નહિ બનવા દે.