• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અડવાણીની રથયાત્રામાં બોમ્બ પ્લાન્ટ કેસમાંમાં વધુ એક ફરિયાદ દાખલ

|

મદુરઇ, 9 જુલાઇ : ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને કહેવાતી રીતે નીશાનો બનાવીને 2011માં તમિલનાડુમાં યોજાયેલી તેમની રથયાત્રામાં પાઇપબોમ્બ મૂકવાના મામલામાં ધરપકડ કરવામાં આવેલ મોહમ્મદ હનીફા પર મંગળવારે હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

દેશી પાઇપ બોમ્બ બનાવવામાં સામેલ થવાના સિલસિલામાં હનીફાને ગઇકાલે અપરાધ શાખાની સીઆઇડી પોલીસ દળે ગુપ્ત સૂચનાના આધારે ડિંડિગુલ જિલ્લામાં બટાલાગુંડુંના સ્થળેથી પકડી પાડ્યો હતો.

જોકે હનીફાની સાથે રોકાયેલ એક વ્યક્તિ નાસી છૂટ્યો હતો. પોલીસે હનીફાની પાસે એક કિલોગ્રામ ડેટોનેટર પાઉડર સહિત કેટલીક વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે જેનો ઉપયોગ પાઇપ બોમ્બ બનાવવામાં કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું છે કે હનીફાએ એ સમયે કહેવાતી રીતે ડીએસપી કાર્તિકેય પર ઘાતક હથિયારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો જ્યારે અન્ય પોલીસકર્મીઓની સાથે તેના અડ્ડાઓ પર તેની ધરપકડ કરવા પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે જોકે કાર્તિકેયન બચી ગયા. આની વચ્ચે પોલીસકર્મીઓએ હનીફાને પકડી પાડ્યો અને તેની ધરપકડ કરી લીધી.

English summary
A fresh case of attempt to murder was today registered against Mohammed Haneefa, arrested in connection with planting of a pipe bomb allegedly targeting BJP leader L K Advani in Tamil Nadu in 2011.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more