રાજ્ય સરકારને કેન્દ્ર મફતમાં આપશે કોરોના વેક્સીન, મોદીના સંબોધનની મુખ્ય વાતો
રાજ્ય સરકારને કેન્દ્ર મફતમાં આપશે કોરોના વેક્સીન, મોદીના સંબોધનની મુખ્ય વાતો
કોરોનાવાયરસ મહામારીની બીજી લહેરથી ભારતની લડાઈ ચાલુ છે, આ દરમિયાન આજે એટલે કે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને સંબોધિત કર્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ લોકોને કોવિડ વિરુદ્ધ લાપરવાહ ન રહેવાની અપીલ કરી છે, સાથે જ કોરોના નિયમોનું સખ્તાઈથી પાલન કરવાનો અનુરોધ કર્યો છે.

પીએમ મોદીના ભાષણની પ્રમુખ વાતો
- વડા પ્રધાને કહ્યું- કોરોના છેલ્લા સો વર્ષનો સૌથી મોટો રોગચાળો છે, આધુનિક વિશ્વમાં આવો રોગચાળા ન તો જોયો હતો અને ન તો અનુભવ્યો હતો. આપણો દેશ આટલા મોટા વૈશ્વિક રોગચાળા સાથે ઘણા મોરચે લડ્યા છે.
- બીજી લહેર દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં મેડિકલ ઑક્સીજનની ડિમાંડ અકલ્પનીય રૂપે વધી ગઈ હતી. ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલી માત્રામાં મેડિકલ ઑક્સીજનની જરૂરત મહેસૂસ નહોતી થઈ. આ જરૂરત પૂરી કરવા માટે યુદ્ધસ્તરે કામ કરવામાં આવ્યું છે. સરકારના તમામ તંત્ર કામે લાગ્યા છે.
- આજે આખા વિશ્વમાં વેક્સીન માટે જે માંગ છે, તેની સરખામણીએ ઉત્પાદન કરતા દેશ અને વેક્સીન બનાવતી કંપનીઓ બહુ ઓછી છે. કલ્પના કરો કે અત્યારે આપણી પાસે ભારતમાં બનેલ વેક્સીન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શું થયું હોત? તમે પાછલા 50-60 વર્ષનો ઈતિહાસ જુઓ તો માલૂમ પડશે કે ભારતને વિદેશી વેક્સીન પ્રાપ્ત કરવામાં દશકા લાગી જતા હતા. વિદેશોમાં વેક્સીનનું કામ પૂરું થઈ જતું હતું ત્યારે પણ આપણા દેશમાં વેક્સીનેશનનું કામ શરૂ નહોતું થઈ શકતું.
- આજે દેશમાં 7 કંપનીઓ વિવિધ વેક્સીન પ્રોડક્શનમાં લાગી છે.
- ભારતે 1 વર્ષમાં જ એક નહિ બલકે 2 મેડ ઈન ઈન્ડિયા વેક્સીન લૉન્ચ કરી દીધી. આપણા દેશે, વૈજ્ઞાનિકોએ દેખાડી દીધું કે ભારત મોટા-મોટા દેશથી પાછળ નથી. આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તો દેશમાં 23 કરોડથી વધુ વેક્સીનના ડોઝ આપી દેવાયા છે.
- પાછલા ઘણા સમયથી દેશ સતત જે પ્રયાસ અને પરિશ્રમ કરી રહ્યો છે, તેનાથી આગામી દિવસોમાં વેક્સીનની સપ્લાઈ વધુ વધી ગઈ છે. વધુ ત્રણ વેક્સીનનું ટ્રાયલ પણ એડવાન્સ સ્ટેજમાં ચાલી રહ્યું છે.
- સરકારે 1 મે, 2021છી રાજ્યોમાં વેક્સિનેશનનું 25 ટકા કામ જે રાજ્યોને સોંપ્યું હતું તે પાછું ખેંચવાનો આજે નિર્ણય લેવાયો છે. આગામી 21 જૂનથી ભારત સરકાર જ બધી વ્યવસ્થા ગોઠવશે.
- દેશમાં નેસલ વેક્સિનનું પણ કામ ચાલી રહ્યું છે. સૌને નિ:શુલ્ક વેક્સિન અપાશે. દેશમાં તૈયાર થનારી વેક્સિનમાંથી 75 ટકા ભારત સરકાર અને ખાનગી હોસ્પિટલ્સ માટે 25 ટકા ભાગ અપાશે. ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશન માટે મહત્તમ કિંમત 150 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દીવાળી સુધી એટલેકે નવેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે. જે અંતર્ગત દેશના 80 કરોડ જરૂરિયાતમંદોની નિર્ધારિત માત્રામાં નિ:શુલ્ક રાશન આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
