CBIને સ્વાયત્ત બનાવવા માટે વડાપ્રધાને GoMની રચના કરી

આ મંત્રીસમૂહમાં ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે, કાયદા પ્રધાન કપિલ સિબલ, વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ અને વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી નારાયણ સ્વામીનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇની સ્વાયત્તતાની વાત કહી હતી. કોર્ટે આ સંદર્ભમાં સરકારને કાયદો બનાવવાની વાત કહી હતી.
સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન મનમોહન સિંહે મંત્રીસમૂહને સ્પષ્ટ જણાવ્યું છે કે આ કાર્ય માટે તેમની પાસે વધારે સમય નથી. આ મુદ્દે ટૂંક સમયમાં ચર્ચા વિચારણા કરી કાયદો ઘડવાની દિશામાં કવાયત આરંભી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે કોર્ટે સીબીઆઇની તપાસમાં કેન્દ્ર સરકારના દખલની વાત કરી હતી. જેને સીબીઆઇએ સોગંદનામુ આપીને સ્વીકાર્યું પણ હતું. કોલસા કૌભાંડના સંબંધમાં થઇ રહેલી તપાસમાં રેલો છેક વડાપ્રધાન મનમોહન સિંહ સુધી પહોંચ્યો છે.












Click it and Unblock the Notifications
