ફરીથી સરકાર બનાવવાની વાત મનમોહનનું દિવાસ્વપ્નઃ ભાજપ

ભાજપ અને તેના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી પર સિંહ દ્વારા ગતકાલે કરવામાં આવેલા પ્રહાર અંગે પૂછવામાં આવતા ભાજપ પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું કે તે પ્રધાનમંત્રીના નિવેદનને નામંજૂર કરે છે.
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાના જવાબ દરમિયાન સિંહે કાલે લોકસભામાં કહ્યું હતું કે ભાજપે 2004માં શાઇનિંગ ઇન્ડિયા સૂત્ર અપનાવ્યું અને 2009માં લોહ પુરુષ અડવાણી વિરુદ્ધ નબળા મનમોહનની વાત કરી, પરંતુ બન્ને ચૂંટણી તે હારી ગયા. હવે 2014માં પણ યુપીએ સરકાર બનાવશે.
જાવડેકરે કહ્યું કે અમે પ્રધાનમંત્રીએ દિવાસ્વપ્ન જોતા અટકાવી શકાય નહીં. જો તે આ ખોટી ધારણામાં રહેવા માગતા હોય તો રહે.












Click it and Unblock the Notifications
