For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાં રોજગાર સર્જન માટે લૉન્ચ થશે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના

નવાં રોજગાર સર્જન માટે લૉન્ચ થશે ગતિ શક્તિ યોજના

|
Google Oneindia Gujarati News

75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રરી ગતિ શક્તિ યોજના 2021 (Pradhan Mantri Gati Shakti Yojana 2021)ની ઘોષણા કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણણમાં જણાવ્યું કે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ યોજના જલદી જ લૉન્ચ કરવામાં આવશે. ત્યારે પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજનામાં શું હશે તે અંગે અહીં સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે.

gati shakti yojana

ગતિ શક્તિ યોજના 2021ની હાઈલાઈટ્સ

  • પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના 100 લાખ કરોડની હશે જે લાખો યુવાનો માટે નવું રોજગાર સર્જવાનો મોકો આપશે.
  • તે આપણા દેશ માટે એક રાષ્ટ્રીય માળખાગત માસ્ટર પ્લાન હશે જે સર્વગ્રાહી માળખાકીય સુવિધાનો પાયો નાખશે
  • તે આપણી અર્થવ્યવસ્થાને એકીકૃત અને સર્વગ્રાહી પસાર કરશે.
  • આપણા ટ્રાન્સપોર્ટેશનના સાધનોમાં કોઈ તાલમેલ નથી. પરંતુ ગતિ શક્તિ આ સમસ્યાઓને હટાવશે. આનાથી સામાન્ય નાગરિકોના ટ્રાવેલ સમયમાં ઘટાડો આવશે.
  • ગતિ શક્તિ યોજના આપણા લોકલ મેન્યુફેક્ચરને ગ્લોબલ સ્તરે લાવવામાં મદ કરશે.

પ્રધાનમંત્રી ગતિ શક્તિ યોજના વિશે

15 ઓગસ્ટ 2021ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને નામ એક ભાષણ આપ્યું. આ ભાષણમાં વનડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ ગતિ શક્તિ યોજના (PM Gati Shakti Yojana) વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી અને ટૂંક સમયમાં જ 100 લાખ કરોડની આ યોજના લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. જો કે હજી સુધી પીએમ ગતિ શક્તિ યોજનાની વિસ્તૃત માહિતી જાહેર નથી થઈ. જ્યાં સુધી સત્તાવાર જાહેરાત બહાર ના પડે ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે. સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યાની સાથે જ સંપૂર્ણ માહિતી સાથે આ અર્ટિકલ અપડેટ કરવામાં આવશે.

English summary
How Gati Shakti Yojana will solve the problem of unemployment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X