રાહુલે બિલ ફાડ્યું ત્યારે મનમોહન સિંહ રાજીનામુ આપી દેવાના હતા પરંતુ...

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 મે : વડાપ્રધાન મનમોહન સિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુએ એક નવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે રાહુલે જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહનું અપમાન કર્યું ત્યારે સિંહના કુટુંબમાં શું માહોલ હતો તેની વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ દાગી નેતાઓને ચૂંટણી લડવા દેવાની અનુમતી આપતું બિલ ફાડ્યું હતું તો વડાપ્રધાન મનમોહન સિંહના દીકરીને મોટો આઘાત લાગ્યો હતો અને તેઓ ઇચ્છતા હતા કે પિતા મનમોહન સિંહ તાત્કાલિક રાજીનામુ આપી દે.

વિવાદોમાં ઘેરાયેલા પોતાના પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ'ના 7 મે, 2014 બુધવારે યોજાયેલા વિમોચન પ્રસંગમાં સંજય બારુએ જણાવ્યું કે વર્ષ 2009માં યુપીએ ફરી સત્તામાં આવી ત્યારે જ વડાપ્રધાનના દીકરીએ તેમને અનેકવાર રાજીનામુ આપી દેવાની સલાહ આપી હતી...

દીકરીએ બતાવી સહમતી

દીકરીએ બતાવી સહમતી

બારુના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ બિલ ફાડવાની ઘટના બાદ છેવટે હું ટીવી પર આવ્યો અને જણાવ્યું કે તેમણે રાજીનામુ આપી દેવું જોઇએ. મને તેમના દીકરી તરફથી એક સંદેશ મળ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ મારી વાત સાથે સહમત છે. જો કે આ પહેલા મનમોહન સિંહના દીકરી ઉપિંદર સિંહે બારુને વિશ્વાસઘાતી ગણાવ્યા હતા.

યુપીએની સફળતાનો શ્રેય PMને ના મળ્યો

યુપીએની સફળતાનો શ્રેય PMને ના મળ્યો

બારુએ જણાવ્યું કે વડાપ્રધાન માનતા હતા કે વર્ષ 2009માં યુપીએની જીત તેમની જીત હતી. પરંતુ કોઇએ તેમને એ જીતનો શ્રેય આપ્યો ન હતો. મારા મિત્ર પૃથ્વીરાજ ચૌહાણ, જેમને પીએમઓમાં વડાપ્રધાન જ લાવ્યા હતા, તેમણે પણ આ જીતને શ્રેય રાહુલ ગાંધીને જ આપ્યો હતો.

આર્સેલર મિત્તલમાં PM બન્યા મદદગાર

આર્સેલર મિત્તલમાં PM બન્યા મદદગાર

બારુએ જણાવ્યું કે આ પુસ્તક ભારતીય રાજકારણમાં અનોખા પ્રયોગનું વિશ્લેષણ છે. એક એવો પ્રયોગ જે પ્રથમ પાંચ વર્ષ સફળ રહ્યો અને બાકીના પાંચ વર્ષ નિષ્ફળ રહ્યો. બારુએ આ પુસ્તકમાં નથી એવી એક ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું કે જ્યારે વર્ષ 2007માં આર્સેલર મિત્તલનું અધિગ્રહણ ચાલી રહ્યું હતું ત્યારે વડાપ્રધાને જ મિત્તલ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી.

સોનિયા PM કેમ નહીં?

સોનિયા PM કેમ નહીં?

આ પુસ્તકમાં બારુએ દાવો કર્યો છે કે વર્ષ 2004માં સોનિયા ગાંધી વડાપ્રધાન ન બન્યા, કારણ કે તેમના સહયોગી દળો પણ ક્યારેય તેમને સ્વીકારતા નહીં, આથી જ તેમણે મનમોહન સિંહને પસંદ કર્યા.

મનમોહન બનશે ઇતિહાસ

મનમોહન બનશે ઇતિહાસ

પુસ્તક રજુ કરવાના સમય અંગે તેમણે જણાવ્યું કે મેં મારા અનેક મિત્રોની આ બાબતે સલાહ લીધી હતી. મોટા ભાગનાએ એવું જ જણાવ્યું કે આ ચૂંટણીઓ બાદ મનમોહન સિંહ ઇતિહાસ બની જવાના છે. આ કારણે જ ચૂંટણીઓ પૂરી થાય એ પહેલા પુસ્તક રજૂ કરો.

કોંગ્રેસે કર્યો પુસ્તકનો વિરોધ

કોંગ્રેસે કર્યો પુસ્તકનો વિરોધ

વિવાદોમાં ઘેરાયેલા સંયજ બારુના પુસ્તક 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં વ઼ડાપ્રધાન વિશેના ઘણા નવા ઘટસ્ફોટ છે. જો કે કોંગ્રેસે બારુના આ પુસ્તકને ખોટુ ગણાવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા મીમ અફઝલે કહ્યું કે સંજય બારુનું આ પુસ્તક સાવ ખોટું છે.

English summary
PM Manmohan Singh's daughter wanted her father to quit after Congress vice-president Rahul Gandhi at a press conference in Delhi tore up the Cabinet decision allowing convicted persons to contest elections and described it as nonsense.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X