FICCI: ભારતે જે રીતે સ્થિતિને સંભાળી તેનાથી આખી દુનિયા ચકિત છેઃ પીએમ મોદી
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભારતીય વાણિજ્ય તેમજ ઉદ્યોગ મહાસંઘ(FICCI)ની 93મી વાર્ષિક સામાન્ય બેઠકનુ ઉદ્ઘાટન કર્યુ છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે કોરોના કાળમાં એટલા ઉતાર ચડાવ આખી દુનિયાએ જોયા છે પરંતુ જેટલી ઝડપથી સ્થિતિ બગડી એટલી જ ઝડપથી સુધરી પણ રહી છે. આજે ડિસેમ્બર આવતા-આવતા સ્થિતિ બહુ બદલાયેલી દેખાઈ રહી છે. અમારી પાસે જવાબ પણ છે અને રોડમેપ પણ છે. આજે અર્થવ્યવસ્થાના જે ઈન્ડીકેટર છે તે ઉત્સાહ વધારનારા છે.
તેમણે કહ્યુ, કોરોના સંકટ સમયે દેશે જે શીખ્યુ છે તેને ભવિષ્યના સંકલ્પને વધુ દ્રઢ પણ કર્યો છે. આનો ઘણો મોટો શ્રેય ભારતના ઉદ્યોગ જગતના યુવાનો અને ખેડૂતોને જાય છે. ભારતે જે રીતે છેલ્લા અમુક મહિનાઓમાં એક થઈને કામ કર્યુ, નીતિઓ બનાવી, નિર્ણય લીધા છે, સ્થિતિઓને સંભાળી છે. તેણે આખી દુનિયાને ચકિત કરી દીધી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે છેલ્લા 6 વર્ષથી દુનિયાએ ભારત પર જે વિશ્વાસ જાળવી રાખ્યો છે તે હાલના જ મહિનાઓમાં વધુ મજબૂત થયો છે. ભલે તે એફડીઆઈ હોય કે પછી એફપીઆઈ, વિદેશી રોકાણકારોએ ભારતમાં રેકોર્ડ રોકાણ કર્યુ છે અને આવુ હજુ પણ ચાલુ જ છે. ભૂતકાળની નીતિઓએ ઘણા ક્ષેત્રોમાં અક્ષમતાને વધારી અને નવા પ્રયોગ બંધ કરી દીધા હતા પરંતુ આત્મનિર્ભર ભારત અભિયાને દરેક ક્ષેત્રમાં દક્ષતાને પ્રોત્સાહન આપ્યુ છે. આ ક્ષેત્રોમાં પ્રોદ્યોગિકી આધારિત ઉદ્યોગોને ફરીથી સક્રિય કરવા પર જોર આપવામાં આવી રહ્યુ છે. જેમાં ભારતને દીર્ઘકાલિક પ્રતિસ્પર્ધાત્મક લાભ છે.
તમને જણાવી દઈએ કે આ બેઠકનુ આયોજન 11, 12 અને 14 ડિસેમ્બરે થઈ રહ્યુ છે. જેની થીમ 'પ્રેરિત ભારત' છે. આ આયોજનમાં પ્રધાનમંત્રી ઉપરાંત અન્ય ઘણા મંત્રી, અધિકારી, ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો, રાજનાયિક, આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞો અને અન્ય મુખ્ય ઉદ્યોગપતિ શામેલ થયા છે. આ સંમેલ કોરોના વાયરસથી અર્થવ્યવસ્થા પર પડી રહેલ પ્રભાવ, સરકાર દ્વારા કરવામાં આવી રહેલ સુધારા અને ભારતીય અર્થવ્યવસ્થાને આગળ વધારવાના હેતુથી હિતધારકોનો માર્ગ ખોલશે. આ મોટા સંમેલનમાં દુનિયાભરના લગભગ 10 હજારથી વધુ પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. આ વાર્ષિક સામાન્ય સભામાં આ વખતે વક્તાઓની સૂચિમાં સત્યા નડેલા(મુખ્ય કાર્યકારી અધિકારી, માઈક્રોસૉફ્ટ), ટાટા જૂથના ચેરમેન એન ચંદ્રશેખરન અને કેડીલાના હેલ્થકેર ચેરમેન પંકજ પટેલ સહિત અન્ય ઘણા મોટા ભારતીય વેપારીઓના નામ શામેલ છે.
આંદોલનમાં 'એન્ટી નેશનલ' લોકો શામેલ થવા અંગે શું બોલ્યા ટિકૈત