For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓેને આજે સંબોધિત કરશે પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને સંબોધિત કરશે. સૂત્રો મુજબ પાર્ટીના જે રાષ્ટ્રીય પદાધિકારીઓ છે, તેમની ગુરુવારે બેઠક થઈ હતી. આ બેઠક રાષ્ટ્રીય મહાસચિવોની હતી. બેઠક પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કુશાભાઉ ઠાકરે, સુંદર સિંહ ભંડારીની પ્રદર્શન જોવા માટે પહોંચ્યા. સૂત્રોની માનીએ તો નડ્ડાએ રાજ્યોના મહાસચિવો પાસેથી વિસ્તૃત રિપોર્ટ લીધો અને તેમને પાર્ટીના આગળના કાર્યક્રમ વિશે નિર્દેશ આપ્યા. પાર્ટીના વરિષ્ઠ પદાધિકારી, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનના સચિવ પણ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકની અધ્યક્ષતા જેપી નડ્ડા કરશે.

modi

આ બેઠકમાં સંગઠનના પ્રશ્નોની સાથે આ વર્ષે અને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે ગુજરાત, હિમાચલ પ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જ્યારે આગામી વર્ષે છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા, ત્રિપુરા, મધ્યપ્રદેશ, કર્ણાટક, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી પર પણ ચર્ચા કરવામાં આવશે. મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસરની પણ ઉજવણી કરવામાં આવશે અને બૂથ સ્તરે પાર્ટીને વધુ મજબૂત કેવી રીતે કરવી તે અંગે ચર્ચા કરવામાં આવશે.

English summary
PM Modi address BJP national office bearers meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X