For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનના ચુરૂમાં પીએમ મોદીએ આજે બધાને આડે હાથ લીધા

ભારત માતા કી જય સ્લોગન સાથે પીએમ મોદીએ ભારે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે ભારત આજે એક સુરક્ષિત હાથમાં છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં જેશ આતંકી કેમ્પ પર આજે સવારે 3.30 વાગ્યે ઇન્ડિયન એર ફોર્સ મિરાજ ફાઈટર જેટ નિયંત્રણ રેખા પાર કરીને બાલાકોટમાં આવેલા જેશ-એ-મોહમ્મદના ઠેકાણા પર બૉમ્બ વરસાવ્યા છે. ભારતે લગભગ 1000 કિલોગ્રામ બૉમ્બ ફેંક્યા અને તેમાં 300 જેટલા આતંકીઓ તેમાં માર્યા ગયા છે તેવી ખબર આવી રહી છે. ત્યારપછી હાલમાં રાજસ્થાનમાં પીએમ મોદીએ કહ્યું કે દેશ સુરક્ષિત હાથોમાં છે.

PM Modi

ભારત માતા કી જય સ્લોગન સાથે પીએમ મોદીએ ભારે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે ભારત આજે એક સુરક્ષિત હાથમાં છે. આજે અમારો મૂડ અલગ છે. કોઈ પણ ભારતને ધમકાવી નહીં શકે, દેશની સેવા કરવી મારુ કર્તવ્ય છે. પીએમ મોદીએ આ દરમિયાન સીઆરપીએફ જવાનોને યાદ કરતા તેમને શ્રન્ધાજલી પણ આપી. આ દરમિયાન પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારી સરકારે દેશના જવાનો માટે સતત કામ કર્યું છે. અમે વન રેન્ક વન પેંશન આપવાનું વચન આપ્યું હતું, જેને અમે પૂરું કર્યું છે. પ્રધાનમંત્રી મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતો માટે તેમને ઘણી યોજનાઓ શરુ કરી છે.

દેશથી વધારે કઈ નથી

પીએમ મોદીએ રેલીની શરૂઆત કરતા જણાવ્યું કે તમારા લોકોનો ઉત્સાહ સમજી શકું છું, આજે તમારો મિજાજ કંઈક અલગ છે, આ અવસર છે જયારે આપણે દેશના પરાક્રમી વીરોને માથું નમાવીને નમન કરીયે. અહીં ધ્યાન આપવા જેવી બાબત છે કે પીએમ મોદી જે મંચથી સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યાં પાછળ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોની ફોટો લાગી હતી. પીએમ મોદીએ કહ્યું કે દેશથી વધારે કઈ નથી અને હું તમને વિશ્વાસ આપું છે કે દેશ સુરક્ષિત હાથોમાં છે.

આજ સવારે પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક

આજે સવારે લગભગ 3.30 વાગ્યે ભારતે પાકિસ્તાનના જેશ આતંકી ઠેકાણે હુમલા કર્યા. રિપોર્ટ અનુસાર વાયુસેના ઘ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 200-300 જેટલા આતંકીઓ માર્યા ગયા છે. વિદેશ સચિવ વિજય ગોયલે જાતે મીડિયા સામે આવીને સર્જીકલ સ્ટ્રાઇક વિશે જાણકારી આપી.

English summary
PM Modi address rally in Rajasthan Churu after airstrike in Pakistan Balakot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X