For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ સરપંચો સાથે વાત કરીને કહ્યુ, ગ્રામજનોએ દુનિયાને 'બે ગજના અંતર'નો મંત્ર આપ્યો

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે પંચાયત પ્રતિનિધિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી.

|
Google Oneindia Gujarati News

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના પ્રસંગે પંચાયત પ્રતિનિધિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી. પીએમે કહ્યુ કે એક એ સમય પણ હતો જ્યારે દેશની સોથી પણ ઓછી પંચાયતો બ્રૉડબેન્ડ સાથે જોડાયેલી હતી. હવે સવા લાખથી વધુ પંચાયતો સુધી બ્રૉડબેન્ડ પહોંચી ચૂક્યુ છે. એટલુ જ નહિ, ગામોમાં કૉમન સર્વિસ સેન્ટરોની સંખ્યા પણ 3 લાખને પાર કરી ગઈ છે. કોરોના સંકટે પોતાનો સૌથી મોટો સંદેશ, પોતાનો સૌથી મોટો સબક આપણને આપ્યો છે કે આપણે આત્મનિર્ભર બનવુ પડશે. ગામ પોતાની મૂળભૂત જરૂરિયાતો માટે આત્મનિર્ભર બને, જિલ્લા પોતાના સ્તરે રાજ્ય પોતાના સ્તરે અને આ રીતે આખો દેશ આત્મનિર્ભર બને, હવે આ બહુ જરૂરી બની ગયુ છે.

pm modi

પીએમ મોદીએ કહ્યુ આ દરમિયાન કહ્યુ કે આ કોરોના સંકટે બતાવી દીધુ છે કે દેશના ગામોમાં રહેતા લોકો, આ દરમિયાન તેમણે પોતાના સંસ્કારો, પોતાની પરંપરાઓના શિક્ષણના દર્શન કરાવ્યા છે. ગામોથી જે અપડેટ આવી રહી છે તે મોટા મોટા વિદ્વાનો માટે પણ પ્રેરણા આપનારી છે. તમે બધાએ દુનિયાને મંત્ર આપ્યો છે - બે ગજનુ અંતર, અથવા કહો, બે ગજ દેહનુ અંતર. આ મંત્રના પાલનનુ ગામોમાં બહુ જ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. આ તમારા જ પ્રયાસ છે કે આજે દુનિયામાં ચર્ચા થઈ રહી છે કે કોરોનાનો ભારતે કઈ રીતે જવાબ આપ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આટલુ મોટુ સંકટ આવ્યુ, આટલી મોટી વૈશ્વિક મહામારી આવી પરંતુ આ 2-3 મહિનામાં આપણે એ પણ જોયુ કે ભારતનો નાગરિક, સીમિત સંશાધનો વચ્ચે, અનેક મુશ્કેલીઓ સામે ઝૂકવાના બદલે તેમની સામે ટકરાઈ રહ્યો છે, ટક્કર આપી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે આ સાચુ છે કે અડચણો આવી રહી છે, મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ સંકલ્પનુ સામર્થ્ય બતાવીને, નવી ઉર્જા સાથે આગળ વધીને, નવી નવી રીતો શોધીને, દેશને બચાવવા અને દેશને આગળ વધારવાનુ કામ પણ નિરંતર ચાલુ છે.

આ પણ વાંચોઃ કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીએ કરી સરપંચો સાથે વાત, જાણો મહત્વની વાતોઆ પણ વાંચોઃ કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીએ કરી સરપંચો સાથે વાત, જાણો મહત્વની વાતો

English summary
PM Modi address sarpanch across the nation gives big message.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X