For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવાસી ભારતીય દિવસ પર પીએમ મોદીએ કહ્યુ - તમારા સંસ્કાર દુનિયાભરમાં ઉજાગર થઈ રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2021ના ઉદઘાટન સત્રમાં સંબોધન કર્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Pravasi Bharatiya Divas Convention: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 16માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2021ના ઉદઘાટન સત્રમાં સંબોધન દરમિયાન કહ્યુ કે મારી ગયા મહિનાઓમાં દુનિયાના અનેક હેડ ઑફ ધ સ્ટેટ સાથે ચર્ચા થઈ છે. સ્ટેટ હેડ્ઝે એ અંગે ખાસ ઉલ્લેખ કર્યો કે કેવી રીતે તેમના દેશમાં પ્રવાસી ભારતીય ડૉક્ટર, પેરામેડિકલ અને સામાન્ય ભારતીય નાગરિકો દ્વારા સેવા થઈ છે. જ્યારે ફોન પર હું ભારતીય મૂળના લોકોની પ્રશંસા સાંભળતો હતો અને દુનિયાના નેતા ઘણા સમય સુધી તમારા ગુણગાન કરતા હતા, એ વાત જ્યારે હું મારા સાથીઓ સાથે શેર કર્તો તો દરેકનુ મન ખુશીઓથી ભરાઈ જતુ હતુ. તમારા સંસ્કાર દુનિયાભરમાં ઉજાગર થઈ રહ્યા છે.

pm modi

પીએમ મોદીએ આગળ કહ્યુ, 'તમે સૌએ તમે રહો છો, ત્યાં અને ભારતમાં કોવિડ સામેની લડાઈમાં મોટુ યોગદાન આપ્યુ છે. પીએમ કેર્સમાં આપવામાં આવેલુ તમારુ યોગદાન ભારતમાં આરોગ્ય સેવાઓને મજબૂત કરી રહ્યુ છે. ભારત આજે ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે ટેકનિકનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યો છે. કરોડો રૂપિયા જે પહેલા તમામ ખામીઓના કારણે ખોટા હાથમાં જતા હતા, જે આજે સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચી રહ્યા છે.'

પીએમ મોદીએ વધુમાં કહ્યુ, 'ભારતે જે નવી વ્યવસ્થાઓ વિકસિત કરી છે તેની કોરોનાના આ સમયમાં વૈશ્વિક સંસ્થાઓએ પ્રશંસા કરી છે. આધુનિક ટેકનોલૉજીએ ગરીબથી ગરીબને મજબૂત કરવાનુ જે અભિયાન આજે ભારતમાં ચાલી રહ્યુ છે તેની ચર્ચા વિશ્વના દરેક ખૂણે છે, દરેક સ્તરે છે.' દુનિયાભરમાં ભારતીય સમાજ સાથે સારી કનેક્ટિવિટી માટે સંબંધનુ નામનુ નવા પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે. આ પોર્ટલથી મુશ્કેલીના સમયે પોતાના સમાજ સાથે સંપર્ક કરવો, તેમના સુધી પહોંચવુ સરળ બનશે. મહામારીના કારણે વિદેશોમાં ભારતીયોના રોજગાર સુરક્ષિત રહે તેના માટે ડિપ્લોમેટિક સ્તરે દરેક સંભવ કોશિશ કરવામાં આવી છે.'

10 બાળકોના મોત મામલે CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ10 બાળકોના મોત મામલે CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ

English summary
PM Modi addresses 16th Pravasi Bharatiya Divas Convention.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X