For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલ પછી હવે પીએમ મોદી અને અમિત શાહે ભંડોળ માંગ્યું

ભારતીય જનતા પાર્ટીએ પોતાની નમો એપ ઘ્વારા પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકો પાસેથી નાની રકમ ભેગી કરવાનું અભિયાન શરુ કર્યું છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીએ પોતાની નમો એપ ઘ્વારા પોતાના કાર્યકર્તાઓ અને સમર્થકો પાસેથી નાની રકમ ભેગી કરવાનું અભિયાન શરુ કર્યું છે. તેના માટે મંગળવારે પીએમ મોદીએ ટવિટ ઘ્વારા લોકોને અપીલ કરી હતી કે તેઓ નરેન્દ્ર મોદી એપ ઘ્વારા ભારતીય જનતા પાર્ટીની સહાયતા માટે પૈસા ડોનેટ કરી શકે છે. તેમને જાતે 1000 રૂપિયા એપ ઘ્વારા પાર્ટીને ડોનેટ કર્યા છે. ભાજપના ઘણા નેતાઓ ઘ્વારા ડોનેશન માટે ટવિટ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ડિજિટલ ઈન્ડિયાએ કેવી રીતે બદલી નાખી આપણી વ્યવહારની રીત, જાણો

નરેન્દ્ર મોદીએ ડોનેશન માટે અપીલ કરી

નરેન્દ્ર મોદીએ ડોનેશન માટે અપીલ કરી

પીએમ મોદી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તમે 5 રૂપિયાથી લઈને 1000 રૂપિયા "નમો એપ" ઘ્વારા ડોનેટ કરી શકો છો. તેમને આગળ કહ્યું કે તમારું સમર્થન અને યોગદાન દેશની સેવા માટે અમારા કાર્યકર્તાનું મનોબળ વધારે મજબૂત કરશે. તેમને કહ્યું કે તેમનો ઉદેશ સાર્વજનિક જીવનમાં પારદર્શિતા સંદેશ ફેલાવવાનો છે.

અમિત શાહે પણ ટવિટ કર્યું

પીએમ મોદીની અપીલ પછી ભાજપા અધ્યક્ષ અમિત શાહે પણ ટવિટ કર્યું અને લોકોને પાર્ટી માટે ડોનેશન આપવાની અપીલ કરી છે. અમિત શાહે જણાવ્યું કે તેમને પણ 1000 રૂપિયા નમો એપ ઘ્વારા ડોનેટ કર્યા છે. સુષ્મા સ્વરાજે પણ ટવિટ કરીને જણાવ્યું કે તેમને પણ 1000 રૂપિયા એપ ઘ્વારા ડોનેટ કર્યા છે.

ભાજપ માટે ફંડ આપવા ઘણા નેતાઓએ અપીલ કરી

આમ આદમી પાર્ટી ઘ્વારા ઘરે ઘરે જઈને ફંડ ભેગું કરવા માટે અભિયાન શરુ કર્યાના થોડા દિવસ પછી જ પીએમ મોદીએ લોકોને ભાજપ માટે ડોનેશન આપવાની અપીલ કરી છે. એડીઆર અને નેશનલ ઈલેક્શન વોચ ઘ્વારા એક રિપોર્ટના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે ભાજપને 2016-17 દરમિયાન 532.27 કરોડ રૂપિયા ફંડ રૂપે મળ્યા હતા, જે પાછલા વર્ષ 2015-16 દરમિયાન મળેલા 76.85 કરોડ રૂપિયાની તુલનામાં 593 ટકા વધારે છે.

English summary
PM Modi, amit Shah Urge People to Donate to BJP Through NaMo App
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X