For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાની સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં મોદી પણ સામેલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં સામેલ થઇ ગયા છે. ફોર્બ્સ મેગેજીને આ આશયની યાદીને નરેન્દ્ર મોદીને 15મા સ્થાને રાખ્યા છે અને તે પહેલીવાર સામેલ થયા છે. રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે.

દુનિયાના 72 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 36મા સ્થાને, આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલ 57મા સ્થાને તથા માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નાદેલ 64મા સ્થાન પર છે.

modi1

ફોર્બ્સ મેગેજીને નરેન્દ્ર મોદી વિશે કહ્યું છે કે 'ભારતનો નવો રૉકસ્ટાર બૉલીવુડમાંથી નથી. તે તો નવા ચૂંટાયેલા વડાપ્રધાન છે જેમણે મે મહિનામાં સામાન્ય ચૂંટણીમાં વિશાલ જેત સાથે કાર્યભાર સંભાળ્યો છે અને જે ગાંધી પરિવારના દાયકા લાંબા શાસન બાદ ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવ્યા છે.'' ફોર્બ્સે કહ્યું તેમણે 'હિન્દુ રાષ્ટ્રવાદી' ગણાવ્યા છે અને 2002ના ગુજરાતના રમખાણોનો પણ સંદર્ભ આપ્યો છે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા.

ફોર્બ્સે મેગેજીને કહ્યું કે 'નરેન્દ્ર મોદીને પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં મોટી પુનનિર્માણ પ્રોજેક્ટનો શ્રેય જાય છે. તેમની સરકારે દેશના બાકી ભાગોમાં પણ આર્થિક કાયાકલ્પનો વાયદો કર્યો છે. આ વર્ષની યાદીમાં 12 નવી હસ્તીઓ છે જેમાં મોદી અને મિશ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ અલસિસિ સામેલ છે.

English summary
Prime Minister Narendra Modi on Wednesday made his debut among the world's most powerful people, ranked 15th on the Forbes list topped by Russian President Vladimir Putin who pipped his US counterpart Barack Obama for a second year in a row.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X