પીએમ મોદીએ ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ કર્યુ એલાન, ખેડૂતોની માંગી માફી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે 9 વાગે દેશને સંબોધન કરીને દેશવાસીઓેને દેવદિવાળી અને ગુરુનાનક જયંતિની શુભકામના પાઠવી.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે 9 વાગે દેશને સંબોધન કરીને દેશવાસીઓેને દેવદિવાળી અને ગુરુનાનક જયંતિની શુભકામના પાઠવી. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને તેમના સંબોધન વિશે માહિતી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરીને જણાવ્યુ કે મે ખેડૂતોના પડકારોને બારીકાઈથી જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યુ કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ ત્રણે કૃષિ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ છે.
Recommended Video


પીએમ મોદીએ કહ્યુ કે ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનુ સ્વાગત કર્યુ અને સમર્થન કર્યુ. હું બધાનો ખૂબ આભારી છુ. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણપણે સમજાવી શક્યા નથી. તેમછતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયત્ન કર્યો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહબ્યુ કે અમે કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી કે તમે તમારા ઘરે, તમારા ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.
મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PMએ ખેડૂતોની માફી પણ માંગી છે.પ્રધાનમંત્રીએ કહ્યુ કે મે ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતોમાંથી 80 નાના ખેડૂતો છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો જમીનનો ટુકડો જ છે.
પીએમ મોદી આજે ત્રણ દિવસ માટે યુપીના પ્રવાસ માટે પણ રવાના થવાના છે. પીએમઓ તરફથી ટ્વિટ કરીને જણાવવામાં આવ્યુ છે કે આજે ગુરુ નાનકજીનુ પ્રકાશ પર્વ છે. આજે પીએમ મોદી સિંચાઈ પરિયોજનાઓનુ લોકાર્પણ કરવા માટે યુપીના મહોબામાં જશે.
#WATCH | PM Narendra Modi says, "Whatever I did, I did for farmers. What I'm doing, is for the country. With your blessings, I never left out anything in my hard work. Today I assure you that I'll now work even harder, so that your dreams, nation's dreams can be realised." pic.twitter.com/pTWTEAut4P
— ANI (@ANI) November 19, 2021












Click it and Unblock the Notifications
