Bihar Election 2025 Phase 1: PM મોદીની બિહારના મતદારોને અપીલ, 'પહેલા મતદાન કરો, પછી જલપાન!'
Bihar Election 2025 Phase 1: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થતાં PMને સોશિયલ મીડિયા પર સંદેશ આપ્યો, યુવા મતદારોને ખાસ અભિનંદન.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન મથકો પર પહોંચી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
આ દરમિયાન, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મતદારોને મતદાન કરવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને તેમની લોકશાહી ફરજ યાદ અપાવી છે.
PM મોદીનો સંદેશ: "પૂર્ણ ઉત્સાહથી મતદાન કરો"
PM મોદીએ ટ્વિટર (હવે X) પર પોસ્ટ કરીને બિહારના લોકોને મતદાન પ્રત્યે ઉત્સાહ દાખવવા વિનંતી કરી.
बिहार में आज लोकतंत्र के उत्सव का पहला चरण है। विधानसभा चुनावों में इस दौर के सभी मतदाताओं से मेरा आग्रह है कि वे पूरे उत्साह के साथ मतदान करें। इस मौके पर पहली बार वोट डालने जा रहे राज्य के अपने सभी युवा साथियों को मेरी विशेष बधाई। याद रखना है- पहले मतदान, फिर जलपान!
— Narendra Modi (@narendramodi) November 6, 2025
"આજે બિહારમાં લોકશાહીના ઉજવણીનો પ્રથમ તબક્કો છે. હું વિધાનસભા ચૂંટણીના આ તબક્કાના તમામ મતદારોને સંપૂર્ણ ઉત્સાહ સાથે મતદાન કરવા વિનંતી કરું છું."
યુવા મતદારોને ખાસ અભિનંદન
PM મોદીએ ખાસ કરીને યુવા મતદારોને પ્રોત્સાહિત કર્યા, જેઓ પહેલીવાર મતદાન કરી રહ્યા છે.
"આ પ્રસંગે, રાજ્યભરના મારા તમામ યુવા મિત્રોને મારા ખાસ અભિનંદન, જેઓ પહેલી વાર મતદાન કરવા જઈ રહ્યા છે. યાદ રાખો: પહેલા મતદાન કરો, પછી જલપાન!"
બિહારની રાજનીતિ હંમેશા રાષ્ટ્રીય રાજકારણમાં ખૂબ જ રસપ્રદ ક્ષેત્ર માનવામાં આવે છે. PM દ્વારા મતદાન શરૂ થતાં પહેલા જ આપેલો આ સંદેશ મતદારોને તેમની જવાબદારી પ્રત્યે સજાગ કરવાનો પ્રયાસ છે.












Click it and Unblock the Notifications
