For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ IFS અધિકારીઓને ભારતની તાકાત બતાવવા કહ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 જૂન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વેપાર અને વાણિજ્ય પર ભાર મુકતા ભારતીય વિદેશ સેવાના પ્રશિક્ષુ અધિકારીઓને વિશ્વને ભારતની તાકાતથી અવગત કરાવવા માટે ઉત્પ્રેરક એજન્ટ બનવાનું આહ્વાન કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય વિદેશ સેવાના પ્રશિક્ષુ (પ્રોબેશનર) અધિકારીઓને એક બેંચને સંબોધિક તરતા સમયે જણાવ્યું કે આપણે દેશની નિકાસ પર ભાર આપવાની જરૂર છે. ભારતને ત્રુટિ રહિત નિર્માણ અને આકર્ષત પેકેજિંગ અને રજૂઆત પર ભાર મૂકવાની જરૂર છે. ભારતીય વિદેશ સેવાની વર્ષ 2012ની બેચના 29 પ્રશિક્ષુ અધિકારીઓએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી હતી.

narendra-modi-at-shivpuri-mp

નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવતા કહ્યું કે આપ દુનિયાભરમાં કાર્ય કરો છો એટલે માટે આપના કાર્યમાં ભારતની છબી અને આત્મસન્માન ઝળકે એ જરૂરી છે. આપણે વેપાર, વાણિજ્ય અને ઔદ્યોગિક હસ્તાંતરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ માટે ભારતના ઇતિહાસને વાંચવો અને સમજવો જરૂરી છે. તેમ કરવાથી દુનિયાના અન્ય દેશો સાથે ભારતના સંબંધોને સમજવામાં મદદ મળશે. આ સાથે ભારતનું ગૌરવ વધારવા માટે પ્રવાસી ભારતીયોને પ્રેરિત કરવા જોઇએ.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ પ્રકારે ભારતીય હસ્તશિલ્પમાં પણ ભારે વિવિધતા અને શ્રેણીઓ ઉપલબ્ધ છે. તેને હજી સુધી યોગ્ય રીતે વિશ્વ સમક્ષ મુકવામાં આવી શકી નથી. તેની રજૂઆતની જવાબદારી આપના પર છે.

English summary
PM Modi asks IFS officers to read Indian history and motivate Indian diaspora.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X