For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને તૈયાર કરનારી છેઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી શિક્ષણ નીતિ પર ઈ-કૉન્ક્લેવને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી શિક્ષણ નીતિ પર ઈ-કૉન્ક્લેવને સંબોધિત કરી. શુક્રવારે સવારે 11 વાગે પીએમ મોદી નવી શિક્ષણ નીતિના ફાયદા પર બોલતા કહ્યુ કે ત્રણ-ચાર વર્ષના વિચાર-મંથન બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી મળી છે. જેના પર દરેક વિચારધારાના લોકો આ મુદ્દે મંથન કરી રહ્યા છે. આજે આ નીતિનો કોઈ વિરોધ નથી કરી રહ્યુ કારણકે આમાં કંઈ પણ એક તરફી નથી. હવે લોકો વિચારી રહ્યા છે કે આટલા મોટા રિફૉર્મને જમીન પર કેવી રીતે ઉતારવામાં આવશે. તમને જણાવી દઈએ કે કૉન્ક્લેવમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઢાંચો તૈયાર કરનાર ડૉ.કસ્તુરીરંગન અને તેમની ટીમ, વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલપતિ અને જાણીતા શિક્ષણવિદોએ ભાગ લીધો.

'નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને તૈયાર કરનારી'

'નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને તૈયાર કરનારી'

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ વર્ષોથી જૂની ઢબે ચાલી રહી હતી જેના કારણે નવા વિચારો, નવી ઉર્જાને પ્રોત્સાહન મળી શક્યુ નહોતુ. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં લાંબા સમયથી કોઈ ફેરફાર નહોતા થઈ રહ્યા જેના કારણે નવા વિચારો અને સર્જનાત્મકની જગ્યાએ ગાડરિયા પ્રવાહને જ પ્રોત્સાહન મળી રહ્યુ હતુ કે જે યોગ્ય નહોતુ કારણકે આનાથી સ્વર્ણિમ ભવિષ્યનુ નિર્માણ સંભવ નહોતુ. પીએમે કહ્યુ કે લોકો વચ્ચે ક્યારેય ડૉક્ટર, ક્યારેક વકીલ, ક્યારેક એન્જિનિયર બનવાની હોડ લાગી હતી. રસ, ક્ષમતા અને માંગના મેપિંગ વિના આ હોડથી છાત્રોને બહાર કાઢવા જરૂરી હતી. આના કારણે શિક્ષણ નીતિમાં ફેરફાર જરૂરી હતો.

માતૃભાષામાં અભ્યાસ કરવો સરળ હોય છેઃ પીએમ મોદી

માતૃભાષામાં અભ્યાસ કરવો સરળ હોય છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ માતૃભાષામાં અભ્યાસ વિશે કહ્યુ કે એ વિશે કોઈ વિવાદ નથી કે બાળકોને ઘરની બોલી અને સ્કૂલના અભ્યાસની ભાષા એક હોવાથી બાળકોની શીખવાની ગતિ સારી થાય છે. આ એક બહુ મોટુ કારણ છે જેના કારણે સંભવ હોય ત્યાં સુધી પાંચમા ધોરણ સુધી બાળકોને તેમની માતૃભાષામાં જ અભ્યાસ પર સંમતિ આપવામાં આવી છે આનાથી બાળકોનો પાયો તો મજબૂત થાય છે જ અને આગળનો અભ્યાસ પણ મજબૂત થશે.

પીએમ મોદી બોલ્યા - નવી રાષ્ટ્રીય નીતિમાં ગાડરિયા પ્રવાહ માટે જગ્યા નથી

પીએમ મોદી બોલ્યા - નવી રાષ્ટ્રીય નીતિમાં ગાડરિયા પ્રવાહ માટે જગ્યા નથી

પીએમે કહ્યુ કે દરેક વિદ્યાર્થીને એ તક મળવી જોઈએ કે તે પોતાના પેશનને ફૉલો કરે. તે પોતાની સુવિધાના હિસાબથી કોઈ ડિગ્રી કે કોર્સને ફૉલો કરી શકે અને જો તેનુ મન કરે તો તે છોડી પણ શકે. હાયર એજ્યુકેશનને સ્ટ્રીમ્સમાંથી મુક્ત કરવા, મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ, ક્રેડિટ બેંકની પાછળ આ વિચાર છે. આ નીતિમાં ગાડરિયા પ્રવાહ માટે કોઈ જગ્યા નથી. આપણે એ દિશા તરફ આગળ વધી રહ્યા છે જ્યાં કોઈ વ્યક્તિ જીવનભર કોઈ એક પ્રોફેશનમાં નહિ ટકી રહે. આના માટે તેણે નિરંતર ખુદને રિ-સ્કીલ અને અપ-સ્કિલ કરતા રહેવુ પડશે. અમારી કોશિશ છે કે બાળકોને શીખવા માટે Inquiry-based, Discovery-based, Discussion based અને analysis based રીતો પર જોર આપવામાં આવે.

રિયાના વકીલઃ 'સુશાંત સિંહ કેસમાં રિયા ચક્રવર્તીની CBI તપાસ સંપૂર્ણપણે ગેરકાયદે'રિયાના વકીલઃ 'સુશાંત સિંહ કેસમાં રિયા ચક્રવર્તીની CBI તપાસ સંપૂર્ણપણે ગેરકાયદે'

English summary
PM Modi at 'Conclave on transformational reforms in higher education under National Education Policy'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X