For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે મન કી બાત કરશે, આ મુદ્દા પર થઈ શકે ચર્ચા

પીએમ મોદી આજે મન કી બાત કરશે, આ મુદ્દા પર થઈ શકે ચર્ચા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમ દ્વારા જનતાને સંબોધિત કરશે, આજે પીએમ મોદીની 69મી મન કી બાત થશે, અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કાર્યક્રમમાં પીએમ મોદી ખેતી બિલ પર વાત કરી શકે છે કેમ કે તેમની વિરુદ્ધ દેશભરમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે, સાથે જ પીએમ મોદી કોરોના વાયરસ મહામારી, ભારત ચીન સીમા વિવાદ પર પણ વાત કરી શકે છે. MannKiBaat કાર્યક્રમને આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને સૂચના અને પ્રસારણ મંત્રાલયના યૂટ્યૂબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.

mann ki baat

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દ્વારા પીએમ મોદી લોકો સાથે સંવાદ કરે છે અને પોતાના વિચારો શેર કરે છે. બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ આ મન કી બાતની તેમની 16મી શ્રેણી હશે. મન કી બાત આકાશવાણીના તમામ ચેનલોથી સાંભળી શકાય ચે અને દૂરદર્શન પર જોઈ શકાય છે. જો તમે મન કી બાત કાર્યક્રમનું જૂનું રેકોર્ડિંગ સાંભળવા માંગો છો તો www.pmindia.gov.in વેબસાઈટ પર જઈને સાંભળી શકો છો.

આત્મનિર્ભર ભારતની ચર્ચા
પાછલી વાર પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત વિશે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે બધાએ લોકલ માટે વોકલ થવું પડશે, વધુમાં તેમણે કહ્યું હતું કે ભારત પોતાના પાડોસીઓ સાથે દોસ્તી નિભાવવાનું પણ જાણે છે અને જરૂરી સમય પર ઉચિત જવાબ આપવાનું પણ જાણે છે. લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવી જોનારાઓને આકરો જવાબ મળ્યો. આપણા વીર સૈનિકોએ દેખાડી દીધું કે તેઓ ક્યારેય પણ મા ભારતીના ગૌરવ પર આંચ નહિ આવવા દે. દુનિયાએ ભારતની વિશ્વ બંધૂત્વની ભાવનાને પણ મહેસૂસ કરી છે. જરૂરત પડવા પર પોતાની સંપ્રભુતા અને સીમાઓની રક્ષા કરવા માટે ભારતની તાકાત અને ભારતના કમિટમેન્ટને દુનિયા જોઈ રહી છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું નિધન, મોદીએ દુખ વ્યક્ત કર્યુંપૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંત સિંહનું નિધન, મોદીએ દુખ વ્યક્ત કર્યું

English summary
PM Modi can discuss these issue in today's mann ki baat programme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X