‘ડિસ્લેક્સિયા' પીડિત બાળકોના સવાલ પર પીએમ મોદીએ માર્યો જોક, વિપક્ષો ઘેર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઈન્ડિયા હેકથોન કાર્યક્રમમાં યુવાનો સાથે વાત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્માર્ટ ઈન્ડિયા હેકથોન કાર્યક્રમમાં યુવાનો સાથે વાત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. જો કે આ કટાક્ષ પર કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષા દળોએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે કે તે ડિસ્લેક્સિયા પીડિતોની મજાક બનાવી રહ્યા છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો.

pm modi

'અમારી પાસે ડિસ્લેક્સિયા પીડિત બાળકો માટે એક આઈડિયા છે'

એક છાત્રાએ સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2019 માટે આયોજિત વીડિયો કોન્ફરન્સમાં પીએમ નરેન્દ્ર મોદીને જણાવ્યુ કે આ પ્રોગ્રામ ડિસ્લેક્સિયા પીડિત બાળકો જે વાંચવા-લખવામાં મુશ્કેલી અનુભવે છે તેમના માટે લાભકારી બની શકે છે. છાત્રાએ પીએમ મોદીને જણાવ્યુ કે, 'અમારી પાસે ડિસ્લેક્સિયા પીડિત બાળકો માટે એક આઈડિયા છે, જે વાંચવા લખવામાં ખૂબ ધીમા હોય છે પરંતુ તેમનું ક્રિએટિવિટી લેવલ સારુ હોય છે. આપણે આ વસ્તુ ફિલ્મ તારે જમીન પરમાં જોઈ ચૂક્યા છે.'

શું આ પ્રોગ્રામ 40-50 વર્ષના બાળકો માટે પણ લાભકારી હશે - પીએમ મોદી

છાત્રા દ્વારા આ વાત કહેવા પર પીએમ મોદી અધવચ્ચે અટકીને પૂછે છે શું આ પ્રોગ્રામ 40-50 વર્ષના બાળકો માટે પણ લાભકારી હશે. પીએમ મોદીના આટલુ કહેતા જ ત્યાં હાજર છાત્રો જોરથી હસવા લાગે છે. એ છાત્રા પણ હામાં જવાબ આપી દે છે. પીએમ મોદીએ ત્યારબાદ કહ્યુ કે આવા બાળકોની મા પણ બહુ ખુશ થશે. પીએમ મોદીની આ વાત પર ફરીથી બધા છાત્રો હસવા લાગે છે. હવે આના માટે વિપક્ષી નેતા પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા છે. ઘણા કોંગ્રેસ સમર્થકોએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ.

વિપક્ષી નેતાઓએ પીએમ મોદીને ઘેર્યા

ભાજપના તમામ નેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનો અંગે તેમના પર નિશાન સાધતા રહે છે. ભાજપના ઘણા નેતા રાહુલ ગાંધીને અપરિપક્વ પણ ગણાવી ચૂક્યા છે. આ પહેલા પીએમ મોદી ગયા વર્ષે સંસદમાં રાહુલ ગાંધીની ગળે મળવાવાળી ઘટનાને બાલિશ હરકત ગણાવી ચૂક્યા છે. ત્યાં સુધી કે લોકસભા સ્પીકરે રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X