For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ વધુ ચાર મંત્રીમંડળીય સમિતિઓને ભંગ કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જૂનઃ નિર્ણય લેવાની પ્રક્રિયાને સીધી કરવાના ઉપાયો હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુઆઇડીએઆઇ સહિત વિભિન્ન વિષયો પર ગત સરકાર દ્વારા ગઠિત 4 મંત્રીમંડળીય સમિતિઓને મંગળવારે ભંગ કરી દીધી છે. યુપીએ સરકાર તરફથી મળેલી કેટલીક વ્યવસ્થાઓને ભંગ કરવાનો આ નવી સરકારનો બીજો સૌથી મોટો નિર્ણય છે. એક અધિકૃત નિવેદન અનુસાર કિંમતો પર મંત્રીમંડળીય સમિતિ, પ્રાકૃતિક આપદાઓના પ્રબંધન માટે મંત્રીમંડળની સમિતિ તથા મંત્રીમંડળની વિશ્વ વ્યાપાર સંગઠન મામલાઓની સમિતિને ભંગ કરી દેવામાં આવી છે.

narendra-modi-pm
નિવેદનમાં યુઆઇડીએઆઇ સંબંધિત મુદ્દાઓ પર મંત્રીમંડળીય સમિતિનો સંદર્ભ આપવામાં આવ્યો છેકે મોટા નિર્ણય પહેલા લેવાઇ ચૂક્યા છે અને શેષ મામલા, આર્થિક મામલાઓની મંત્રીમંડળીય સમિતિ સમક્ષ લઇ જવામાં આવશે. કિંમતો પર મંત્રીમંડળની સમિતિનું કામકાજ હવે મંત્રીમંડળની આર્થિક મામલાની સમિતિ જોશે.

પ્રાકૃતિક આપદાઓના પ્રબંધન પર મંત્રીમંડળની સમિતિ સાથે જોડાયેલા કામ પ્રાકૃતિક આપદાઓ આવે ત્યારે મંત્રીમંડળના સચિવની અધ્યક્ષતાવાળી સમિતિ કરશે. નિવેદન અનુસાર વિશ્વ વ્યાપાર સંગઠનના મામલા પણ મંત્રીમંડળની સમિતિનું કામ પણ મંત્રીમંડળની આર્થિક મામલાની સમિતિ જોશે અને જ્યારે જરૂરિયાત હશે ત્યારે મંત્રીમંડળની પૂર્ણ બેઠકમાં તેના પર વિચાર કરવામાં આવશે.

મોદી સરકાર દ્વારા આ બીજો મહત્વપૂર્ણ નિર્ણય છે, જ્યારે યુપીએ સરકાર તરફથી મળેલી બાબતોને ખતમ કરી દેવામાં આવી છે. આ પહેલા સરકારે બધા મંત્રીઓના અધિકાર પ્રાપ્ત સમુહ ઇજીઓએમ તથા મંત્રીઓના સમુહ જીઓમને ભંગ કરી નાંખ્યા હતા. નિર્ણય લેવાની પ્રક્રિયાને નાની કરવાના વડાપ્રધાનના પ્રયાસો હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

English summary
Prime Minister Narendra Modi, who has consistently stressed the mantra of 'minimum government, maximum governance', disbanded four standing committees of the Cabinet on Tuesday. This came ten days after he scrapped all Group of Ministers (GoMs) and Empowered Group of Ministers (EGoMs).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X