જીરો કોસ્ટ સ્વાસ્થય વીમો છે યોગ: PM મોદી

Posted By:
Subscribe to Oneindia News

આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના લખઉન સ્થિત કાર્યક્રમમાં હાજરી આપી યોગ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. જો કે પીએમ યોગ કાર્યક્રમમાં પહોચે તે પહેલા જ ત્યાં ભારે વરસાદ થવા લાગ્યો હતો. તેમ છતાં ભારે વરસાદમાં પણ પીએમ મોદીએ મોટી સંખ્યામાં હાજર લોકો સાથે યોગ કર્યો હતો. તો આ કાર્યક્રમમાં તેમની સાથે રામ નાઇક, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ સમેત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.

modi

ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યોગની વિશેષતા છે કે મનનેસ્થિર રાખવામાં તે સહાય કરે છે. યોગ આપણને જીવવાની કળા શીખવે છે. સાથે જ તેમણે લોકોના વખાણ કર્યા હતા તે આટલા ભારે વરસાદમાં પણ યોગ કરી રહ્યા છે. પીએમ મોદીએ યોગને જીરો કોસ્ટ હેલ્થ વીમો ગણાવીને લોકોને યોગ સાથે તેમનું જીવન જોડવા માટે આહ્વાહન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે યોગીએ સત્તા સંભાળ્યા પછી યોગી અને મોદી બન્ને યોગ દિવસ નિમિત્તે મંચ પર એક સાથે જોવા મળ્યા હતા.

modi
English summary
PM Modi does Yoga at Lucknows Ramabai Ambedkar maidan, Here is Live Updates, Please Have a Look.
Please Wait while comments are loading...