48 કલાકમાં સંપત્તિનું વિવરણ આપવા BJP સાંસદોને મોદીની ડેડલાઇન
નવી દિલ્હી, 26 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના સાંસદો માટે વ્હિપ જારી કરી દીધું છે. જે ભાજપ સાંસદોએ હજી સુધી પોતાની સંપત્તિનું વિવરણ નથી આપ્યું, તેમને 48 કલાકમાં તે અંગેની જાણકારી સંસદની વેબસાઇટ પર સાર્વજનિક કરવા જણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે કેન્દ્ર સરકાર વિદેશી બેંકોમાં જમા કાળા નાણા મુદ્દે ઘેરાયેલી છે. અત્રે નોંધનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે કાળા નાણાના મુદ્દાને જોર-શોરથી ઉઠાવ્યું હતું. પાર્ટીએ દાવો કર્યો હતો કે તે સત્તામાં આવશે તો 100 દિવસની અંદર કાળું નાણું દેશમાં પાછું લાવશે.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ગઇકાલે ટીએમસીના સાંસદોએ સંસદમાં કાળી છત્રીઓ લઇને પ્રવેશ કર્યો હતો, અને કાળા નાણા અંગેનો હિસાબ માંગ્યો હતો. ટીએમસીના સાંસદોને કોંગ્રેસ અને એસપીના સાંસદોએ સમર્થન આપ્યું હતું. ભારે હોબાળો મચતા સદનની કાર્યવાહી રદ્દ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
