For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામમાં પીએમ મોદીઃ કોંગ્રેસ ચોદીદાર જ નહિ ચાવાળાને પણ કરે છે નફરત

લોકસભા ચૂંટણીના પ્રચારમાં જોડાયેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશ અને અસમમાં જનસભાઓને સંબોધિત કરી.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના પ્રચારમાં જોડાયેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે અરુણાચલ પ્રદેશ અને અસમમાં જનસભાઓને સંબોધિત કરી. પીએમ મોદીએ આ દરમિયાન કેન્દ્ર સરકારની યોજનાઓ ગણાવવા સાથે સાથે કોંગ્રેસ પર ખૂબ નિશાન સાધ્યુ. વિપક્ષ પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યુ કે તેમને ચોકીદારથી નફરત છે જ, ચાવાળાથી પણ ભડકેલી છે. ચા ઉગાડનારથી લઈને ચા બનાવનારની તરફ જોતા જ નથી. પીએમ મોદીએ કહ્યુ કે આસામમાં ચાની ખેતી કરનારાઓનું તેમણે દશકો સુધી ભલુ ન કર્યુ. આ ચાવાળો તમારા જીવનને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

pm modi

પીએમ મોદીએ કહ્યુ કે લટકાવવા અને ભટકાવવામાં તો કોંગ્રેસે માસ્ટરી મેળવી છે. ગેસ ક્રેકર પ્રોજેક્ટ, ઢોલા-સાદિયા પુલ હોય કે પછી બોગીબીલ પુલ, દશકો સુધી લટકેલા આવા અનેક કામ તમારા આ ચોકીદારે જ પૂરા કરાવ્યા છે. કોંગ્રેસ પર હુમલ કરતા પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસે એવી સરકાર ચલાવી છે જેણે ભારત જેવા વિરાટ દેશની ઓળક એક પીડિત દેશની બનાવી દીધી હતી. હવે તમારે નક્કી કરવાનું છે, દમદાર સરકાર જોઈએ કે પછી દાગદાર સરકાર. ભારતે અંતરિક્ષમાં પોતાની ક્ષમતાઓ વિસ્તારી છે. અંતરિક્ષમાં જઈને જીવંત સેટેલાઈટને મારનાર ભારત આજે ચોથો દેશ બની ગયો છે. તમને એ વાતથી ખુશી થશે પરંતુ કોંગ્રેસીઓની આંખોમાં આંસુ છે.

પીએમ મોદીએ કહ્યુ કે ભારતે પહેલી વાર આતંકીઓના ઘરમાં ઘૂસીને માર્યુ પરંતુ કોંગ્રેસ હેરાન છે. ભારત સાથે આખી દુનિયા ઉભી છે પરંતુ કોંગ્રેસની ઉંઘ ઉડી ગઈ છે. તેમણે કહ્યુ કે આઝાદીના 70 વર્ષ બાદ પણ આસામના માત્ર 40 ટકા ઘરોમાં વિજળી પહોંચી હતી. પરંતુ આજે લગભગ દરેક ઘર સુધી વિજળી પહોંચી ગઈ છે. આ બધુ તમારા આશીર્વાદથી જ સંભવ બન્યુ છે. તેમણે કહ્યુ કે તમારી માન્યતાઓ અને પરંપરાઓને બચાવી રાખવી, તેમને વિકસિત કરવી અને તમારી ઈચ્છા અનુસાર ચલાવવી એ મોદીનું વચન છે.

આ પણ વાંચોઃ કંગના અંડરગાર્મેન્ટ પહેરે કે નહિ તેની મરજી હતી મે કંઈ કહ્યુ નથીઃ પહલાજ નિહલાનીઆ પણ વાંચોઃ કંગના અંડરગાર્મેન્ટ પહેરે કે નહિ તેની મરજી હતી મે કંઈ કહ્યુ નથીઃ પહલાજ નિહલાની

English summary
PM Modi in Assam, slammed congress and says They hate chowkidar and chaiwala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X