For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ અંદમાન નિકોબારને આપી ફાસ્ટર ઈન્ટરનેટની ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચેન્નઈ અને પોર્ટ બ્લેરને જોડતી સબમરીન ઑપ્ટિકલ ફાઈબર કેબલનુ આજે ઉદઘાટન કર્યુ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચેન્નઈ અને પોર્ટ બ્લેરને જોડતી સબમરીન ઑપ્ટિકલ ફાઈબર કેબલનુ આજે ઉદઘાટન કર્યુ. આ પ્રોજેક્ટનુ ઉદઘાટન કરતી વખતે પીએમે કહ્યુ કે હવે અંદમાન નિકોબારના લોકો પણ મોબાઈલ કનેક્ટિવિટી અને ઝડપી ઈન્ટરનેટની એ જ સસ્તી અને સારી સુવિધાઓ મળી શકશે જેના માટે દુનિયામાં ભારત અગ્રણી છે. આનુ ઉદઘાટન કરતા પીએમે કહ્યુ કે નેતાજીને નમન કરીને દોઢ વર્ષ પહેલા આ પરિયોજનાના શુભારંભનો મોકો મળ્યો. ચેન્નઈથી પોર્ટ બ્લેર અને અંદમાન નિકોબાર વચ્ચે આ સુવિધા શરૂ થઈ ચૂકી છે.

pm modi

વળી, પીએમ મોદીએ કહ્યુ કે હું અંદમાનના લોકોને આ કનેક્ટિવિટી માટે ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવુ છુ. સ્વતંત્રતા દિવસ પહેલા આ એક સ્નેહભરી ભેટ છે. સમુદ્રની અંદર લગભગ 2300 કિલોમીટર સુધી કેબલ પાથરવાનુ આ કામ સમયખી પહેલા પૂરુ કરવુ એ પોતાનામાં ખૂબ પ્રશંસનીય છે. ઉંડા સમુદ્રમાં સર્વે કરવો, કેબની કનેક્ટિવિટી જાળવવી, વિશેષ જહાજો દ્વારા કેબલ પાથરવા સરળ નથી. ઉપર ઉંચી-ઉંચી લહેરો, તોફાન, મોનસુની અડચણ. જેટલો મોટો આ પ્રોજેક્ટ હતો એટલા જ વિરાટ આ પડકારો હતા. આ જ કારણ છે કે વર્ષોથી આની જરૂરિયાત બાદ પણ આના પર કામ ન થઈ શક્યુ.

તમને જણાવી દઈએ કે જે ઑપ્ટિકલ ફાઈબર કેબલનુ આજે પીએમ મોદીએ ઉદઘાટન કર્યુ છે તેનો શિલાન્યાસ પીએમ મોદીએ વર્ષ 2018માં કર્યો હતો. આ લગભગ 2300 કિલોમીટર લાંબુ નેટવર્ક છે જેને ચેન્નઈ અને પોર્ટ બ્લેર વચ્ચે પાથરવામાં આવ્યુ છે. આના દ્વારા મોબાઈલ અને લેન્ડલાઈન ટેલીકૉમ સર્વિસ ઘણી ઝડપી થઈ જશે. આ સાથે જ સ્થાનિક અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો આવશે. આ ઓએફસી સ્વરાજ દ્વીપ, લિટલ અંદમાન, કાર નિકોબાર, કામરોતા, ગ્રેટ નિકોબાર, લૉંગ આઈલેન્ડ, રંગતમાં પણ જશે જેનાથી અહીંના લોકોને ઝડપી ઈન્ટરનેટની સુવિધા મળશે.

સુશાંત સિંહ રાજપૂત કેસઃ રિયાએ છૂપાવ્યો પોતાનો બીજો મોબાઈલ નંબર, ઈડીએ આ રીતે જાણ્યુસુશાંત સિંહ રાજપૂત કેસઃ રિયાએ છૂપાવ્યો પોતાનો બીજો મોબાઈલ નંબર, ઈડીએ આ રીતે જાણ્યુ

English summary
PM Modi inaugurated submarine optical fiber cable connectivity to Andaman Nicobar island.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X