Karnataka Election : પીએમ મોદી ભગવાન નથી, તેમને લોકશાહીનો પાઠ ભણાવવાની જરૂર છે-સિદ્ધારમૈયા

કર્ણાટકમાં હાલ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાલ ચાલી રહ્યો છે. પ્રચારમાં મેદાને પડેલી બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ભાષણોથી વોર ચાલી રહ્યો છે. તમામ પક્ષો એકબીજા પર પ્રહાર કરવાનો કોઈ મોકો છોડી નથી રહ્યા ત્યારે હવે કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ જેપી નડ્ડાના એક નિવેદન પર કટાક્ષ કર્યો છે.

બુધવારે સીએમ બસરવરાજ બોમ્મઈની ઉમેદવારી નોંધાવવા તેમની સાથે પહોંચેલા બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાના ભાષણમાં પીએમ મોદીનું નામ લઈને જનતાને બીજેપીને વોટ કરવાની અપીલ કરી હતી. હવે આ નિવેદન બાદ સિદ્ધારમૈયાએ કટાક્ષ કર્યો છે.

Karnataka Election

પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમને લોકશાહીનો પાઠ ભણાવવાની જરૂર છે.

જેપી નડ્ડા શિગગાંવમાં સીએમ બસવરાજ બોમ્મઈની નોમિનેશન રેલીમાં સામેલ થયા હતા અને ત્યાં જનસભાને સંબોધિત કરી હતી. અહીં લોકોને સંબોધતા જેપી નડ્ડાએ કહ્યું કે, કર્ણાટકને મોદીના આશીર્વાદથી વંચિત ન રહેવું જોઈએ, હું તમને વિનંતી કરું છું કે કમળને જીતાડીને તમારા રાજ્યના વિકાસને આગળ ધપાવો.

પીએમ મોદીના આશીર્વાદના જેપી નડ્ડાના ભાષણનો જવાબ આપતા કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, પીએમ મોદી કોઈને આશીર્વાદ આપનારા ભગવાન નથી.

સિદ્ધારમૈયાએ આગળ કહ્યું કે, લોકશાહીમાં લોકો ઉમેદવારોનું ભાવિ નક્કી કરે છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની સેવા કરી શકે છે. નરેન્દ્ર મોદીજી કોઈનું ભલું કરનાર ભગવાન નથી. હું કર્ણાટક પર નરેન્દ્ર મોદીના આશીર્વાદ વિશે જેપી નડ્ડાના નિવેદનની નિંદા કરું છું.

સિદ્ધારમૈયાએ અહીં લોકશાહીને લઈને મોટુ નિવેદન આપતા કહ્યું કે, તેમને લોકશાહીનો પર પાઠની જરૂર છે. દેશમાં તાનાશાહીને કોઈ સ્થાન નથી. તમામ રાજ્યો સમાન છે અને બંધારણ મુજબ સમાન અધિકારો ધરાવે છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં સરમુખત્યારશાહી માટે કોઈ સ્થાન નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X