For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં નથી મોદી: હાર્દિક પટેલ

પાટીદાર નેતા હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી પુલવામાં આતંકી હુમલા માટે જવાબદાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં નથી.

|
Google Oneindia Gujarati News

પાટીદાર નેતા હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી પુલવામાં આતંકી હુમલા માટે જવાબદાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં નથી. તેમને એવા પણ સવાલ ઉઠાવ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં મોટી આતંકી ઘટનાની ખુફિયા રિપોર્ટ મળી હતી, તો પછી સેનાને રોડ માર્ગે કેમ લઇ જવામાં આવ્યા?

આ પણ વાંચો: હાર્દિક પટેલને મળ્યા બાદ ગુજરાત મૉડલ વિશે આ શું બોલ્યા અખિલેશ યાદવ!

પીએમ મોદી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં નથી

પીએમ મોદી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં નથી

ઇન્ડિયા ટુડે પોર્ટલ અનુસાર 14 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીરમાં પુલવામાંમાં થયેલા મોટા આતંકી હુમલા અંગે હાર્દિક પટેલે પીએમ મોદી પર સીધા પ્રહાર કર્યા છે. હાર્દિક પટેલે કહ્યું કે તેઓ પુરા વિશ્વાસ સાથે કહી શકે છે કે પીએમ મોદી પુલવામાં આતંકી હુમલા માટે જવાબદાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાના મૂડમાં નથી કારણકે તેમની સોચ, નીતિ અને વિધારધારામાં ઘણો અંતર છે. હાર્દિક પટેલે આગળ પણ જણાવ્યું કે જયારે ખુફિયા એજેન્સીઓ ઘ્વારા જમ્મુ કાશ્મીરમાં મોટી આતંકી ઘટના માટે એલર્ટ કર્યું હતું, તો પછી સીઆરપીએફ જવાનોને રસ્તા માર્ગે કેમ લઇ જવામાં આવ્યા.

જવાનને હવે હવાઈ રસ્તેથી મોકલવામાં આવશે

જવાનને હવે હવાઈ રસ્તેથી મોકલવામાં આવશે

પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ સતર્ક કેન્દ્ર સરકારે ગુરુવારે મોટો ફેસલો લીધો છે. હવે જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત એકપણ સુરક્ષાદળોના જવાન હવે જમ્મુથી શ્રીનગર માર્ગ પરિવહન દ્વારા યાત્રા નહિ કરે. તમામ જવાનને હવે હવાઈ રસ્તેથી મોકલવામાં આવશે. ગુરુવારે જ આ આદેશને લાગૂ કરી દેવામાં આવ્યો છે.

પીએમ મોદી જિમ કાર્બેટ પાર્કમાં ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત

પીએમ મોદી જિમ કાર્બેટ પાર્કમાં ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત

રણદીપ સુરજેવાલે પ્રહાર કરતા જણાવ્યું કે આખો દેશ પુલવામાં હુમલાના સદમામાં હતો ત્યારે પીએમ મોદી જિમ કાર્બેટ પાર્કમાં ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતા. દક્ષિણ કોરિયાના પ્રવાસ પર પણ કોગ્રેસે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે પીએમ મોદી સેર-સપાટા કરવા માટે સિયોલ ગયા છે. તેમને કહ્યું કે પીએમ મોદીએ જવાબ આપવો પડશે કે 56 મહિનામાં 488 જવાનો કેમ શહીદ થયા.

English summary
PM modi is not in mood to give pakistan a befitting reply hardik patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X