For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલને મળ્યા બાદ ગુજરાત મૉડલ વિશે આ શું બોલ્યા અખિલેશ યાદવ!

હાર્દિકને મળ્યા બાદ ગુજરાત મૉડલ વિશે આ શું બોલ્યા અખિલેશ!

|
Google Oneindia Gujarati News

લખનઉઃ લોકસભા ચૂંટણી 2019ને લઈ તૈયારીમાં લાગી ગયેલ પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુરુવારે લખનઉ પહોંચ્યા, જ્યાં તેમણે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી. આ દરમિયાન હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે યૂપીમાં સપા-બસપા ગઠબંધન બહુ મજબૂત છે અને પ્રદેશમાં ભાજપને હરાવી શકે છે. જ્યારે અખિલેશ યાદવે હાર્દિક પેટલનાં પણ પેટ ભરીને વખાણ કર્યાં. તેમણે હાર્દિક પટેલને દેશના સૌથી વધુ સંઘર્ષ કરનાર નેતા ગણાવ્યા.

અખિલેશ-હાર્દિકની મુલાકાત

અખિલેશ-હાર્દિકની મુલાકાત

લખનઉમાં હાર્દિક પટેલ સાથેની મુલાકાત બાદ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં તેમણે લખ્યું, "આજે સાંભળી ગુજરાત મૉડલની કહાની એક ગુજરાતીના મુખે! ભાઈ હાર્દિક પટેલે યૂપીમાં આવીને જણાવ્યું કે ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને યુવાઓને ગુજરાતમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે દેશના લોકોને જકડી રાખે છે. લાગે છે કે દેશમાં ચારો તરફ આક્રોશ જ આક્રોશ છે."

અખિલેશ યાદવે ટ્વીટ કર્યું

આ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે હાર્દિક પટેલનો સંઘર્ષ આખા દેશે જોયો છે. તેમને તો 9 મહિના જેલમાં રાખવામાં આવ્યા અને 6 મહિના સુધી ગુજરાતમાં ઘૂસવા દેવામાં પણ નહોતા આવ્યા. તેઓ અમને અને તમને ગુજરાતની સાચી કહાણી સંભળાવશે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલની અખિલેશ યાદવ સાથેની મુલાકાતને અતિ મહત્વની માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પણ આ વખતે લોકસભા ચૂંટણી 2019 લડવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.

હાર્દિકે શું કહ્યું?

જ્યારે હાર્દિક પટેલે પણ અખિલેશ યાદવ સાથેની તસવીર શેર કરતા ટ્વીટ કર્યું. જેમાં હાર્દિકે લખ્યું, "ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે શિષ્ટાચાર મુલાકાત. દેશભરના અલગ-અલગ રાજ્યોમાં જે કોઈપણ રાજનૈતિક અને સામાજિક સંગઠન ભાજપની તાનાશાહી વિચારધારા વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યા છે તેમણે બધાએ એક થવું જોઈએ. દેશ અને સંવિધાનને બચાવવાનું છે." આ દરમિયાન હાર્દિક પટેલના નિશાના પર માત્ર પીએમ મોદી અને ભાજપ પાર્ટી જ હતી. હાર્દિકે કહ્યું કે હું ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા ગઠબંધનને મજબૂતી આપવા આવ્યો છું. તેમણે કહ્યું કે ભાજપને હરાવવા માટે બધી જ પાર્ટીઓએ એક થવું પડશે.

લોકસભા ચૂંટણી પહેલા મેગા ઑનલાઈન પોલ, જાણો કોની બની શકે છે સરકારલોકસભા ચૂંટણી પહેલા મેગા ઑનલાઈન પોલ, જાણો કોની બની શકે છે સરકાર

English summary
Hardik Patel Meets Akhilesh Yadav In Lucknow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X