For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર, કહ્યું- RSSની વિચારધારાનું સન્માન નથી કરતા

મોદી પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર, કહ્યું- સંઘની વિચારધારાનું સન્માન નથી કરતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આરક્ષણને લઈ જેવી રીતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યા મોહન ભાગવતે નિવેદન આપ્યું હતું તેને લઈ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર હુમલો બોલ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ મોદી આરએસએસની વિચારધારાનું સન્માન નથી કરતા. જણાવી દઈએ કે આરએસએસે એક ટ્વીટ કરીને કહ્યુ્ં હતું કે તમામ મુદ્દાનો નિપટારો વાતચીતથી થવો જોઈએ, આ ટ્વીટનો ઉલ્લેખ કરતાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર હુલમો બોલી દીધો છે.

વાતચીતથી સમાધાન થાય

વાતચીતથી સમાધાન થાય

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આરએસએસે એક ટ્વીટ દ્વારા સ્પષ્ટ કર્યું કે સમાજમાં મુદ્દાને સારા માહોલમાં વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. મને લાગે છે કે મોદીજી અને તેમની સરકાર આરએસએસનું હવે સન્માન નથી કરી રહ્યા, અથવા તો આ લોકો હવે જમ્મુ-કાશ્મીરમાં આરએસએસ વિછારધારા પર ભોરોસો નથી કરતા, આ દિલચસ્પ છે. જણાવી દઈએ કે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરને લઈ કેન્દ્ર સરકારના ફેસલાનો સતત વિરોધ કરી રહી છે, પાર્ટીનો આરોપ છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને ભરોસામાં લીધા વિના આર્ટિકલ 370 હટાવી દેવામાં આવ્યો.

ભાગવતે કહ્યું હતું

જણાવી દઈએ કે એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું હતું કે જે લોકો આરક્ષણના પક્ષમાં છે, તેમણે એવા લોકોની વાત સાંભળવી જોઈએ જે લોકો આનો વિરોધ કરે છે અે જે લોકો આરક્ષણની વિરુદ્ધ છે તેમણે એવા લોકોની વાત સાંભળવી જોઈએ જે લોકો તેના પક્ષમાં છે. તે બાદ જ આપણે આ સમસ્યાનો ઉકેલ શોધી શકીએ છીએ, પછી આપણને કોઈપણ કાનૂન કે નિયમની જરૂરત નહિ પડે. આ નિવેદન બાદ મોહન ભાગવત ટિકાકારોના નિશાના પર આવી ગયા હતા. જેના કારણે સંઘે ભાગવતના નિવેદન પર સ્પષ્ટતા આપવી પડી હતી.

સંઘે આપી સ્પષ્ટતા

સંઘ તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે મોહન ભાગવના નિવેદનને ખોટી રીતે રજૂ કરી સમાજમાં અસ્થિરતા ફેલાવવાની કોશિશ કરવામાં આવી છે. તેમણે તમામ સમસ્યાના સમાધાન સારા મોહલમાં વાતચીત દ્વારા ઉકેલવાની વાત કરી હતી, તેમણે સૌકોઈને પોતાનો મત રાખવા માટે કહ્યું હતું.

<strong>દેશમાં ઘૂસ્યા ISIના ચાર એજન્ટ, આતંકી હુમલાને અંજામ આપી શકે</strong>દેશમાં ઘૂસ્યા ISIના ચાર એજન્ટ, આતંકી હુમલાને અંજામ આપી શકે

English summary
pm modi is not respecting ideology of RSS says priyanka gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X