પીએમ મોદીએ 3.45 મિનિટનો વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલથી એક વીડિયો ટ્વીટ કરીને ‘મે ભી ચોકીદાર' અભિયાનની શરૂઆત કરી છે.

લોકસભા ચૂંટણી 2019માં ફરીથી જીત નોંધાવવા માટે ભાજપ પૂરી તાકાત લગાવી રહ્યુ છે. એક વાર ફરીથી ભાજપનું ચૂંટણી અભિયાન પીએમ મોદીની આસપાસ જ રહેશે. વળી, આજે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલથી એક વીડિયો ટ્વીટ કરીને 'મે ભી ચોકીદાર' અભિયાનની શરૂઆત કરી છે. 3.45 મિનિટના આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કામકાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

pm modi

પીએમ મોદી આ અભિયાન હેઠળ 31 માર્ચના રોજ દેશભરના લોકો સાથે વાતચીત કરશે. શનિવારે પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, 'તમારો ચોકીદાર ડગ્યા વિના ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે. પરંતુ હું એકલો નથી. દરેક એ વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક બુરાઈ સામે લડી રહ્યો છે તે ચોકીદાર છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરી રહ્યુ છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે #Mainbhichowkidar'.

3.45 મિનિટના આ વીડિયોના અંતમાં 'મે ભી ચોકીદાર' અભિયાન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 31 માર્ચના રોજ સાંજે 6 વાગે જોડાવાની અપીલ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019 હેઠળ સાત તબક્કામાં મતદાન યોજાવાના છે. 11 એપ્રિલના રોજ પહેલો તબક્કો અને 19 મેના રોજ છેલ્લા તબક્કામાં મતદાન યોજાવાનુ છે. જ્યારે 23 મેના રોજ ચૂંટણી પરિણામ ઘોષિત થશે. લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી શનિવારે ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી શકે છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારો અંગે નિર્ણય બાદ 100 નામોની ઘોષણા આજે થઈ શકે છે. લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે હજુ ઉમેદવારોના નામોનું એલાન કર્યુ નથી. જો કે પીએમ મોદી વારાણસીની સીટથી ચૂંટણી લડવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X