For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનારસ નહીં પરંતુ આ લોકસભા સીટથી પીએમ મોદી ચૂંટણી લડશે

આવનારી લોકસભા ચૂંટણી માટે રાજનીતિ ગરમાઈ ચુકી છે. પીએમ મોદી કઈ લોકસભા સીટથી ચૂંટણી લડશે તેના વિશે ચર્ચા ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

આવનારી લોકસભા ચૂંટણી માટે રાજનીતિ ગરમાઈ ચુકી છે. પીએમ મોદી કઈ લોકસભા સીટથી ચૂંટણી લડશે તેના વિશે ચર્ચા ચાલી રહી છે. વર્ષ 2014 દરમિયાન પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડ્યા હતા અને તેમને મોટી જીત પણ મેળવી હતી. હવે ફરી એકવાર પીએમ મોદીના ચૂંટણી લડવાની ખબર તેઝ થઇ રહી છે. આ વખતે ભાજપના વરિષ્ઠ નેતાએ તેના વિશે દાવો કર્યો છે.

આ પણ વાંચો: જાણો, એ દોઢ કલાકના ઈન્ટરવ્યુમાં શું ના બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી?

ઑડિશાની પુરી લોકસભા સીટથી ચૂંટણી લડી શકે છે

ઑડિશાની પુરી લોકસભા સીટથી ચૂંટણી લડી શકે છે

ભાજપા વિધાયક પ્રદીપ પુરોહિત ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી મોદી આવનારી ચૂંટણીમાં ઑડિશાની પુરી લોકસભા સીટથી ચૂંટણી લડી શકે છે. તેમને કહ્યું કે કોઈ પણ પીએમ પુરીથી ચૂંટણી લડવાથી ઇન્કાર નહીં કરી શકે. તેમને દાવો કર્યો છે કે પીએમ અહીંથી ચૂંટણી લડી શકે છે. તેમને કહ્યું કે પીએમ મોદીને ઓડિશાના લોકો સાથે લગાવ છે એટલા માટે તેઓ પુરીથી ચૂંટણી લડી શકે છે.

પીએમ મોદીએ બધી જ વાતોથી ઇન્કાર કર્યો

પીએમ મોદીએ બધી જ વાતોથી ઇન્કાર કર્યો

હાલમાં જ પીએમ મોદીએ એક ઇન્ટરવ્યૂમાં મીડિયામાં ચૂંટણી લડવા અંગે ચાલી રહેલી ખબરોનું ખંડન કર્યું. જયારે બીજી બાજુ ભાજપા વિધાયક ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભગવાન જગન્નાથના આશીર્વાદથી તેઓ આ વખતે પુરીથી ચૂંટણી લડી શકે છે. તેના પર પાર્ટીની સંસદીય બોર્ડ નિર્ણય કરશે.

2014 દરમિયાન પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડી હતી

2014 દરમિયાન પીએમ મોદીએ વારાણસીથી ચૂંટણી લડી હતી

ઓડિશા ભાજપા અધ્યક્ષ સમીર મોહંતીએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું કે જો પીએમ મોદી ઑડિશાથી ચૂંટણી લડશે તો તેમના માટે ખુશીની વાત હશે. પ્રદેશ ભાજપે કેન્દ્રને તેના માટે પ્રસ્તાવ પણ મોકલ્યો છે. પુરીમાં ભગવાન જગન્નાથનું પ્રવિત્ર મંદિર પણ છે, જે હિન્દૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. એટલા માટે પીએમ મોદી આ સીટથી ચૂંટણી લડી શકે છે.

English summary
PM modi likely to contest from odisha's puri loksabha seat, says bjp mla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X