PM મોદી ઓક્ટોબરમાં જઈ શકે છે લંડન, આ મહત્વની સમજૂતીઓને દિવાળી પહેલા કરવા માંગે છે પૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ઓક્ટોબરમાં લંડન જાય તેવી શક્યતા છે.

નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ઓક્ટોબરમાં લંડન જાય તેવી શક્યતા છે. પીએમ મોદીની લંડનની આ મુલાકાત ભારત અને યુકે દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર(FTA) માટે મહત્વપૂર્ણ રહેશે. આ બાબતથી માહિતગાર લોકોએ કહ્યુ છે કે ભારત અને યુકે દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર(FTA) પર હસ્તાક્ષર કરવા માટે આવતા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લંડન મુલાકાત સુનિશ્ચિત કરવા માંગે છે. એફટીએ માટેની મોટાભાગની ઔપચારિક વાટાઘાટો બંને પક્ષો વચ્ચેની વાટાઘાટોના પાંચ રાઉન્ડમાં પૂર્ણ થઈ ગઈ છે અને માત્ર થોડા મુદ્દાઓ ઉકેલવાના બાકી છે.

pm modi

બંને દેશોના નેતૃત્વએ કહ્યુ છે કે તેઓ દિવાળી સુધીમાં કરાર પૂર્ણ કરવા માંગે છે. ઘટનાક્રમથી વાકેફ એક અધિકારીએ જણાવ્યુ હતુ કે ભારત અને યુકે દિવાળી પહેલા FTA પૂર્ણ કરવાનો વિશ્વાસ ધરાવે છે અને ભારત અને બ્રિટિશ વડાપ્રધાનોની હાજરીમાં વેપારમંત્રીઓ દ્વારા કરાર પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા છે.

અધિકારીએ નામ જાહેર ન કરવાની વિનંતી કરતાં હિન્દુસ્તાન ટાઈમ્સને કહ્યુ, 'PM મોદીની મુલાકાત અંગે અંતિમ નિર્ણય ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવી શકે છે.' બંને બાજુની યોજનાઓથી પરિચિત લોકોએ જણાવ્યુ હતુ કે જો યાત્રાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તો તે દિવાળીના સમયની આસપાસ અપેક્ષિત છે અને FTA પર હસ્તાક્ષર કરવામાં આવશે.

જો કે આ મામલે બંને દેશો તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. લોકોએ કહ્યુ કે જે મુદ્દાઓ બંને પક્ષો દ્વારા હજુ સુધી આખરી થવાના બાકી છે તે ઑટોમોબાઈલ અને ગતિશીલતા અને સ્થળાંતર સંબંધિત એફટીએના પ્રકરણો છે. તેમણે કહ્યુ કે બ્રિટીશ પક્ષે સ્થળાંતર અને ગતિશીલતા પર શરતો ઑફર કરી છે જે ડિસેમ્બર 2021માં યુકે અને ઑસ્ટ્રેલિયા દ્વારા સહી કરાયેલ FTAs ​​જેવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X