For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુક્રેનના પડોશી દેશોમાં જશે મોદી સરકારના 4 મંત્રી, ભારતીયોને કાઢવામાં કરશે કોઑર્ડિનેટ

સોમવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક હાઈલેવલ બેઠક કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ યુક્રેન અને રશિયામાં યુદ્ધ ચરમ પર છે. આ દરમિયાન ભારતની પણ ચિંતા વધી ગઈ છે કારણકે યુક્રેનમાં હજારોની સંખ્યામાં ભારતીય છાત્રો ફસાયેલા છે. આને લઈને સોમવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક હાઈલેવલ બેઠક કરી. જેમાં ઘણી કેન્દ્રીય મંત્રી અને અધિકારીઓ શામેલ હતા. બેઠકમાં નિર્ણય થયો કે ઘણા કેબિનેટ મંત્રી યુક્રેનના પડોશી દેશોમાં જશે. સાથે જ તે ત્યાંથી ચલાવવામાં આવી રહેલ ભારતીયોના નિકાસી મિશનને કોઑર્ડિનેટ કરશે.

PM Modi

બેઠકમાં વિદેશ મંત્રાલયના ઘણા ઉચ્ચ સ્તરીય અધિકારી પણ શામેલ છે. જેમણે પીએમ મોદીને જમીની સ્થિતિ વિશે જણાવ્યુ. પીએમને એ પણ માહિતી આપવામાં આવી કે યુક્રેનના પડોશી દેશો સુધી ભારતીય છાત્રોને બસ, ટ્રેન કે અન્ય સાધનોથી લાવવામાં આવી રહ્યા છે. ત્યાંથી વિશેષ ઉડાનો દ્વારા તેમને ભારત લાવવામાં આવી રહ્યા છે. આના પર પીએમે નિર્ણય લીધો કે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજૂ અને જનરલ(રિટાયર્ડ) વીકે સિંહ નિકાસી મિશનના સમન્વય અને છાત્રોની મદદ કરવા માટે યુક્રેનના પડોશી દેશોમાં જશે.

ભારતીય છાત્રોને ખરાબ રીતે માર્યા

યુક્રેનની સરકારે ભારતીય છાત્રોની મદદનો નિર્ણય લીધો હતો પરંતુ હવે ત્યાંના સુરક્ષાબળો પર ગંભીર આરોપ લાગ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રોમાનિયાની સીમા પર મોટી સંખ્યામાં ભારતીય છાત્રો પહોંચ્યા હતા પરંતુ તેમના ત્યાં એન્ટ્રી આપવામાં આવી નહિ. સાથે જ અમુક ભારતીય છાત્રો સાથે યુક્રેનના જવાનોએ મારપીટ કરી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. છાત્રોનો આરોપ છે કે યુક્રેનમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

ઉડાનોની સંખ્યા વધારવામાં આવશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે સરકાર ભારતીયોને યુક્રેનથી કાઢવા માટે ઝડપથી કામ કરી રહી છે. યુક્રેનના પડોશી દેશોમાંથી ઉડાનોની સંખ્યાને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી વધુને વધુ ભારતીયોને વતન પાછા લાવવામાં આવી શકે.

English summary
PM Modi meeting on Ukraine crisis, minister traval neighbouring countries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X