For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની રાજ્યનોના CM સાથે બેઠક, માત્ર 9 મુખ્યમંત્રીઓ જ સામેલ થયા

પીએમ મોદીની રાજ્યનોના CM સાથે બેઠક, માત્ર 9 મુખ્યમંત્રીઓ જ સામેલ થયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે આજે પીએમ નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી રહી છે. જાણકારી મુજબ બેઠકમાં 9 રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થયા છે. આ 9 રાજ્યોમાં મેઘાલય, મિઝોરમ, પોંડીચેરી, ઉત્તરાખંડ,, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, બિહાર, ગુજરાત અને હરિયાણા છે. આ ઉપરાંત બાકી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લેખિતમાં સૂચનો આપવા કહેવામાં આવ્યું છે.

modi

કોરોના સંક્રમણને પગલે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખનું નિધનકોરોના સંક્રમણને પગલે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખનું નિધન

પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની કોરોના પર અન્ય મુખ્યમંત્રીઓ સાથે થયેલ વીડિયો કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભાગ લીધો. સૂત્રો મુજબ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન આ બેઠકમાં ભાગ નથી લઈ રહ્યા. કેરળે પોતાના સૂચનને લેખિત રૂપમાં આપ્યા. કેરળના મુખ્ય સિચવ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 20 માર્ચે થયેલ પહેલી બેઠકમાં આઠ રાજ્યોએ વાયરસના નિયંત્રણ, ચિકિત્સાના બુનિયાદી ઢાંચા અને સ્થાનિક સ્વાસ્થ્ય સંસાધનોના પ્રશિક્ષણ પર પોતાના વિચાર રાખ્યા હતા. જે બાદ 2 એપ્રિલે બીજી બેઠકમાં 8 રાજ્યોએ લૉકડાઉનના એક્ઝિટ પ્લાનની રણનીતિ પર ચર્ચા કરી હતી. પછી 11 એપ્રિલે ત્રીજી બેઠકમાં ઓછામા ઓછા 13 મુખ્યમંત્રીઓએ લૉકડાઉન વધારવા માટે કહ્યું હતું.

English summary
pm modi meeting with nine states cm through video call on covid19 coronavirs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X