For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમત્રીઓ સાથે બેઠક કરી, જાણો કોણે શુ કહ્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 સંકટ સામે લડવા માટે આજે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 સંકટ સામે લડવા માટે આજે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ બેઠક વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને તેમની રાજ્યોની સ્થિતિ જાણી. સાથે જ લૉકડાઉન વિશે પણ ચર્ચા કરી. બેઠક દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આંતરરાજ્ય યાત્રાનો ઉલ્લેખ કરીને કહ્યુ કે આ પ્રતિબંધોને અન્ય રાજ્યો સાથે ચર્ચા કર્યા બાદ જ હટાવવા જોઈએ.

pm

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યુ કે રાજ્યોને 3 મે બાદ પણ લૉકડાઉન ચાલુ રાખવુ જોઈએ. આ દરમિયાન રાજ્યો અને જિલ્લાઓની અંદર અવરજવર પર પ્રતિબંધ હોવો જોઈએ. તેમને જરૂરી અને મેડીકલ સેવાઓ પર છૂટની વાત પણ કહી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યુ કે અર્થવ્યવસ્થાને તત્કાલ પુનર્જીવિત કરવી જોઈએ. વેપારને તબક્કાવાર રીતે શરૂ કરવુ જોઈએ. બધી જરૂરી સાવચેતીઓ રાખવી જોઈએ અને આપણે સ્થિતિને સામાન્ય બનાવીને લોકોના જીવનને સરળ બનાવવાની યોજના બનાવવી જોઈએ. અર્થવ્યવસ્થાને પુનરુદ્ધાર આગળ વધારવા માટે મહત્વપૂર્ણ છે.

બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ શામેલ થયા. તેમણે કહ્યુ કે પોલિયો અભિયાનની જેમ ડોર ટુ ડોર સ્ક્રીનિંગ થઈ રહી છે. અત્યાર સુધી 4 કરોડ લોકોની સ્ક્રીનિંગ થઈ ચૂકી છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે લૉકડાઉન માટે રાષ્ટ્રીય માનક સંચાલન પ્રક્રિયાની માંગ કરી છે. જેથી આનાથી અર્થવ્યવસ્થાનો ચાલુ કરવાના ઉપાયોની શરૂઆત કરવામાં મદદ મળે. આપણે સાર્વજનિક સમારંભો, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને સંપૂર્ણપણે બંધ રાખવ જોઈએ. આર્થિક ગતિવિધિઓને માત્ર રાજ્યની અંદર શરૂ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ કોરોના વચ્ચે અમેરિકી વૈજ્ઞાનિકોની એલર્ટ, મંગળવારથી દેખાશે 'કુદરતી આફત'નો વધુ એક દોર

English summary
pm modi meeting with stats cm tghrough video conferencing on lockdown, know who said what
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X