For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગલવાનમાં ઘાયલ જવાનોને મળી PM મોદીએ કહ્યુ - આખી દુનિયામાં ગયો તમારા પરાક્રમનો સંદેશ

પીએમ મોદીએ 15-16 જૂનની રાતે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા જવાનોની મુલાકાત કરી.

|
Google Oneindia Gujarati News

સીમા વિવાદ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લેહ પહોંચ્યા. આ દરમિયાન તેમણે ત્યાં સેનાના ઉચ્ચ અધિકારીઓથી જમીની હાલતની માહિતી લીધી. પીએમ મોદી સાથે સીડીએસ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ નરવાણે પણ હાજર હતા. પીએમ મોદીએ 15-16 જૂનની રાતે થયેલી અથડામણમાં ઘાયલ થયેલા જવાનોની મુલાકાત કરી. સાથે જ તેમના જલ્દીમાં જલ્દી સ્વસ્થ થવાની કામના કરી.

PM Modi

જવાનોને સંબોધિત કરીને પીએમ મોદીએ કહ્યુ કે 130 કરોડ દેશવાસી તમારા પ્રત્યે ખૂબ જ ગૌરવનો અનુભવ કરે છે. તમારા સાહસ અને શૌર્ય આપણી આખી નવી પેઢીને પ્રેરણા આપે છે. સાથે જ તમારા પરાક્રમનો સંદેશ આખી દુનિયાને ગયો છે. તેમણે કહ્યુ કે હું તમને પ્રણામ કરુ છુ અને તમને જન્મ આપનારી માતાઓને પણ શત-શત નમન કરુ છુ જેમણે તમને પાળ્યા પોસ્યા અને દેશને આપ્યા.

પીએમ મોદીએ જવાનોના પરિવારની પણ પ્રશંસા કરી જેમણે દેશ માટે પોતાના વીર સપૂતોને મોકલ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે તમારા પરાક્રમને જોઈને દુનિયા એ જાણવાની કોશિશ કરી રહી છે કે છેવટે એ જવાનો કોણ છે, તેમની ટ્રેનિંગ કેવી રીતે થાય છે. આજે આખુ વિશ્વ તમારા પરાક્રમનુ એનાલિસિસ કરી રહ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે તમને જોઈને મને પણ એક ઉર્જા મળે છે. નામ લીધા વિના ચીનને જવાબ આપીને પીએમ મોદીએ કહ્યુ કે અમે દુનિયાની કોઈ પણ તાકાત સામે ના ક્યારેય ઝૂક્યા છે અને ના ક્યારેય ઝૂકીશુ. તેમણે કહ્યુ કે આ એટલા બોલી શકુ છુ કારણકે તમારા જેવા પરાક્રમી આપણી સેનામાં છે.

PM મોદીને ચીનને સંદેશઃ વિસ્તારવાદી તાકાતોએ હંમેશા પીછેહટ કરવુ પડ્યુ છેPM મોદીને ચીનને સંદેશઃ વિસ્તારવાદી તાકાતોએ હંમેશા પીછેહટ કરવુ પડ્યુ છે

English summary
pm Modi met soldiers who were injured in Galwan Valley Clash
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X