PM Modi nomination: વડાપ્રધાન મોદીએ ત્રીજીવાર વારાણસીથી નોંધાવી ઉમેદવારી, જાણો ખાસ વાતો

PM Modi nomination: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા 2024 દરમિયાન વારાણસીથી ઉમેદવારી નોંધાવી હતી. નોમિનેશન દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી, યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ચંદ્રાબાબુ નાયડુ, જીતનરામ માંઝી, ઓમપ્રકાશ રાજભર, સંજય રાજપૂત. નિષાદ, રામદાસ આઠવલે સહિત NDAના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારની સવારે દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા અને અહીં માતા ગંગાની પૂજા કરી હતી. જે બાદ બાબા કાલ ભૈરવના દરબારમાં પહોંચ્યા અને ત્યાં પૂજા કર્યા બાદ તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા અને પોતાનું નામાંકન ભર્યું હતું.

PM Modi nomination

નોમિનેશન દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી, યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ચંદ્રાબાબુ નાયડુ, જીતનરામ માંઝી, ઓમપ્રકાશ રાજભર, સંજય રાજપૂત. નિષાદ, રામદાસ આઠવલે સહિત NDAના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વારાણસી પહોંચ્યા હતા. વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે લંકા ચોકથી શ્રી કાશી વિશ્વનાથ મંદિર સુધી રોડ શો કર્યો હતો. રોડ શો દરમિયાન ભારે ભીડ જોવા મળી હતી.

નોમિનેશન વખતે એનડીએના આ નેતાઓ હાજર રહ્યા - 1. જગત પ્રકાશ નડ્ડા 2. રાજનાથ સિંહ 3. અમિત શાહ 4. યોગી આદિત્યનાથ 5. એકનાથ શિંદે 6. કોનરાડ સંગમા 7. પ્રફુલ પટેલ 8. રામદાસ આઠવલે 9. હરદીપ પુરી 10. ચંદ્રબાબુ નાયડુ 11. પવન કલ્યાણ 12. ચિરાગ પાસવાન 13. જીતન રામ માંઝી 14. ઉપેન્દ્ર કુશવાહા 15. ડૉ. સંજય નિષાદ 16. અનુપ્રિયા પટેલ 17. ઓમપ્રકાશ રાજભર 18. જયંત ચૌધરી 19. અંબુમણી રામદાસ 20. તુષન 21. દેવહર 21. દેવહર વેલ્લાપલ્લી 23. અતુલ બોરા 24. પ્રમોદ બોરો 25. પશુપતિ પારસ 26. ભૂપેન્દ્ર ચૌધરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X