For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા ભારતની નવી આશાઓને પૂરુ કરવાનુ માધ્યમ છે નવી શિક્ષણ નીતિઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવી શિક્ષણ નીતિ 2020 પર દેશભરના શિક્ષકો સાથે વાત કરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવી શિક્ષણ નીતિ 2020 પર દેશભરના શિક્ષકો સાથે વાત કરી રહ્યા છે. જે હેઠળ પ્રધાનમંત્રી '21મી સદીમાં શાળા શિક્ષણ' પર બોલી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તરફથી નવી શિક્ષણ નીતિને દેશભરની સ્કૂલો સુધી પહોંચાડવા માટે એક સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ દ્વારા દેશભરની સ્કૂલોના શિક્ષકો અને પ્રધાનાચાર્યોને વર્ચ્યુઅલ જોડવામાં આવી રહ્યા છે. તેમની સાથે નવી શિક્ષણ નીતિ વિશે વાતચીત થશે. તેમના મનમાં ઉઠી રહેલ સવાલ પર વાત થશે.

શિક્ષણ વ્યવસ્થા બદલવી જરૂરી હતી

શિક્ષણ વ્યવસ્થા બદલવી જરૂરી હતી

પ્રધાનમંત્રીએ કહ્યુ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નવા ભારતની, નવી આશાઓની, નવી જરૂરયાતોની પૂર્તિનુ માધ્યમ છે. આની પાછળ છેલ્લા ચાર-પાંચ વર્ષોની આકરી મહેનત છે. દરેક ક્ષેત્ર, દરેક વિદ્યા, દરેક ભાષાના લોકોએ આના પર દિવસ-રાત કામ કર્યુ છે. પરંતુ આ કામ હજુ પૂરુ નથી થયુ. થોડા દિવસ પહેલા શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવા વિશે દેશભરના શિક્ષકોને #MyGov પર તેમના સૂચનો માંગ્યા હતા. એક સપ્તાહની અંદર જ 15 લાખથી વધુ સૂચનો મળ્યા છે. આ સૂચન રાષ્ટ્રીય શિક્ષણ નીતિને વધુ પ્રભાવી રીતે લાગુ કરવામાં મદદ કરશે.

તેમણે આગળ કહ્યુ, આજે આપણે એક એવી ક્ષણનો હિસ્સો બની રહ્યા છે જે આપણા દેશના ભવિષ્ય નિર્માણનો પાયો નાખી રહ્યા છે. એક એવી ક્ષણ છે જેમાં નવા યુગના નિર્માણના બીજ પડ્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીના ભારતને નવી દિશા આપવાની છે. છેલ્લા ત્રણ દશકોમાં દુનિયાનુ દરેક ક્ષેત્ર બદલાઈ ગયુ. આ ત્રણ દશકોમાં આપણા જીવનનુ કદાચ જ કોઈ પક્ષ હોય જે પહેલા જેવો હશે. પરંતુ તે માર્ગ, જેના પર ચાલીને સમાજ ભવિષ્યની તરફ આગળ વધે છે, આપણી શિક્ષણ વ્યવસ્થા, તે હજુ પણ જૂની ઢબે ચાલી રહી હતી. જૂની શિક્ષણ વ્યવસ્થાને બદલવી એટલી જ જરૂરી હતી જેટલી કોઈ ખરાબ થયેલ બ્લેક બોર્ડને બદલવુ જરૂરી હોય છે.

શિક્ષણમાં સરળ નવી નવી રીતો વધારવી પડશે

શિક્ષણમાં સરળ નવી નવી રીતો વધારવી પડશે

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ આ શિક્ષણ નીતિમાં શિક્ષક અને છાત્ર માટે શું છે અને સૌથી મહત્વનુ આને સફળતાપૂર્વક લાગુ કરવા માટે શું કરવાનુ છે, કેવી રીતે કરવાનુ છે? આ સવાલ વાજબી છે અને જરૂરી પણ છે. માટે આપણે આ કાર્યક્રમમાં ભેગા થયા છે જેથી ચર્ચા કરી શકીએ અને આગળનો રસ્તો બનાવી શકીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એલાન થયા બાદથી લોકોના મનમાં ઘણા સવાલ આવી રહ્યા છે. આ શિક્ષણ નીતિ શું છે? આ કેવી રીતે અલગ છે. આનાથી સ્કૂલ અને કૉલેજોની વ્યવસ્થાઓમાં શું ફેરફાર આવશે.

પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યુ કે કોરોનાથી બનેલી સ્થિતિ હંમેશા આવી નથી રહેવાની. બાળકો જેમ જેમ આગળ વધે, તેમામાં વધુ શીખવાની ભાવનાનો વિકાસ થાય. બાળકોમાં મેથેમેટિકલ થિંકિંગ અને સાયન્ટિફિક ટેમ્પરમેન્ટ વિકસિત થાય, આ બહુ જરૂરી છે. આજે આપણે જોઈએ તો પ્રી સ્કૂલની પ્લેફૂલ એજ્યુકેશન શહેરોમાં પ્રાઈવેટ સ્કૂલો સુધી જ સીમિત છે. આ શિક્ષણ પર ધ્યાન આ નીતિનુ સૌથી મહત્વપૂર્ણ પાસુ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યૂમેરેસીના વિકાસને એક રાષ્ટ્રીય મિશન તરીકે લેવામાં આવશે.

રાષ્ટ્રીય ક્યુરિક્યુલ ફ્રેમવર્ક વિકસિત થશે

રાષ્ટ્રીય ક્યુરિક્યુલ ફ્રેમવર્ક વિકસિત થશે

પ્રધાનમંત્રીએ કહ્યુ, આપણે શિક્ષણમાં સરળ અને નવી નવી રીતેને પ્રોત્સાહન આપવુ પડશે. આપણા આ પ્રયોગ, ન્યૂ એજ લર્નિંગનો મૂળમંત્ર હોવો જોઈએ - એન્ગેજ, એક્સપ્લોર, એક્સપીરિયન્સ, એક્સપ્રેસ અને એક્સેલ. આપણા દેશભરમાં દરેક ક્ષેત્રની પોતાની કંઈને કંઈ ખૂબી છે. કોઈને કોઈ પારંપરિક કલા, કારિગરી, પ્રોડક્ટ દરેક જગ્યાની જાણીતી છે. છાત્રોને એ જગ્યાઓએ લઈ જઈને બતાવો કે છેવટે કપડા બને છે કેવી રીતે? સ્કૂલમાં પણ આવા સ્કિલ્ડ લોકોને બોલાવી શકાય છે. કેટલા પ્રોફેશન છે જેના માટે ડીપ સ્કીલની જરૂર હોય છે પરંતુ આપણે તેને મહત્વ નથી આપતા. જો છાત્રો તેને જુએ તો એક રીતનો ભાવનાત્મક લગાવ થશે, તેમનુ સમ્માન કરશે. બની શકે કે મોટા થઈને આમાંથી કોઈ બાળક આવા જ ઉદ્યોગો સાથે જોડાય, તેને આગળ વધારે.

પીએમ મોદીએ આગળ કહ્યુ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિોને એ રીતે તૈયાર કરવામાં આવી છે જેથી સિલેબસને ઘટાડી શકાય અને ફંડામેન્ટલ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રીત કરી શકાય. લર્નિંગને ઈન્ટીગ્રેટ તેમજ આનંદ પર આધારિત અને અનુભવથી પૂર્ણ બનાવવા માટે એક રાષ્ટ્રીય ક્યુરિક્યુલમ ફ્રેમવર્ક વિકસિત કરી શકાય. આપણે આપણા છાત્રોને 21મી સદીની સ્કિલ્સ સાથે આગળ વધારવાના છે. 21મી સદીની સ્કિલ્સ હશે - ઉંડા વિચાર, રચનાત્મકતા, સહયોગ, જિજ્ઞાસા અને સંચાર.

દેશના શિક્ષકો છે પથ-દર્શક

દેશના શિક્ષકો છે પથ-દર્શક

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છાત્રોને કોઈ પણ વિષય પસંદ કરવાની આઝાદી આપવામાં આવી છે. હું સમજુ છુ કે સૌથી મોટા સૂચન તરીકે આને જોઈ શકીએ છીએ. હવે આપણે ત્યાંના યુવાનને વિજ્ઞાન, હ્યુમેનિટી કે કોમર્સમાં કોઈ એક બ્રેકેટમાં ફિટ થવાની જરૂર નથી. એક ટેસ્ટ, એક માર્કશીટ શું બાળકોની શીખવાની, તેમના માનસિક વિકાસનુ પેરામીટર હોઈ શકે છે? આજે સચ્ચાઈ એ છે કે માર્કશીટ, માનસિક પ્રેશરશીટ બની ગઈ છે.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે આપણે એક વૈજ્ઞાનિક વાત સમજવાની જરૂર છે કે ભાષા શિક્ષણનુ માધ્યમ છે, ભાષા જ બધુ શિક્ષણ નથી. જે પણ ભાષામાં બાળક સરળતાથી શીખી શકે, વસ્તુઓ યાદ કરી શકે, એ જ ભાષા અભ્યાસની ભાષા હોવી જોઈએ. ક્યાંક એવુ તો નથી કે વિષયથી વધુ બાળકની ઉર્જા ભાષાે સમજવામાં ખપી રહી છે. અભ્યાસમાંથી આવી રહેલ આ તણાવથી પોતાના બાળકને બહાર કાઢવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુખ્ય હેતુ છે. પરીક્ષા એ રીતની હોવી જોઈએ કે છાત્રો પર આનુ કારણ વગરનુ દબાણ ન પડે. કોશિશ એ હોવી જોઈએ કે માત્ર એક પરીક્ષાથી વિદ્યાર્થીઓનુ મૂલ્યાંકન ન કરવામાં આવે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની આ યાત્રાને પથ-દર્શક દેશના શિક્ષક છે. ભલે નવી રીતે લર્નિંગ થાય, વિદ્યાર્થીઓને આ નવી યાત્રા પર લઈને શિક્ષકોએ જ જવાનુ છે. વિમાન ગમે તેટલુ એડવાન્સ હોય, ઉડાવે છે તો પાયલટ, માટે બધા શિક્ષકોએ કંઈક નવુ શીખવાનુ છે અને કંઈક જૂનુ ભૂલી જવાનુ છે.

'સમાંતર ટ્રાયલ' ન ચલાવી શકે મીડિયા, HCએ અર્નબનો જવાબ માંગ્યો'સમાંતર ટ્રાયલ' ન ચલાવી શકે મીડિયા, HCએ અર્નબનો જવાબ માંગ્યો

English summary
PM Modi on school education in 21st century conclave national education policy 2020.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X