For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ 19: પ્રધાનમંત્રી મોદીની સલાહ, હું વર્ષોથી કરી રહ્યો છુ, તમે પણ આ કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે તંદુરસ્ત રહેવા અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે આયુષ મંત્રાલયના નુસ્ખાઓને ટ્વિટર પર લોકો સાથે શેર કર્યા.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં વધી રહ્યો છે, ભારતમાં આનો સામનો કરવા માટે 21 દિવસનુ લૉકડાઉન છે. દેશમાં આ વાયરસના કારણે કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં વધી રહ્યો છે, દેશમાં આ વાયરસના કારણે અત્યાર સુધી 50 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1965 થઈ ગઈ છે. આમાં 151 લોકો સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે. છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસના 131 નવા કેસ સામે આવ્યા છે.

પીએમ મોદીએ શેર કરી હેલ્ધી રહેવાની ટિપ્સ

પીએમ મોદીએ શેર કરી હેલ્ધી રહેવાની ટિપ્સ

અત્યારે બધાની પ્રાથમિકતા કોરોનાથી બચવા માટે ઘરે રહેવાની છે અને પોતાને રોગ સામે લડવા માટે મજબૂત બનાવવાની છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે તંદુરસ્ત રહેવા અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે આયુષ મંત્રાલયના નુસ્ખાઓને ટ્વિટર પર લોકો સાથે શેર કરીને કહ્યુ કે તે પણ એને અપનાવે અને પોતાના જીવનનો ભાગ બનાવે. તમે બધા સ્વસ્થ રહેવા પર ધ્યાન આપો. છેવટે તો સારુ આરોગ્ય જ પ્રસન્નતાનો રાઝ છે.

સારા સ્વાસ્થ્ય અને ઈમ્યુનિટી માટે અપનાવો ટિપ્સ

તેમણે લખ્યુ કે હાલમાં જ આયુષ મંત્રાલયે એવી રીતો બતાવી છે જેનુ પાલન સરળતાથી કરી શકાય છે અને જેનાથી સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. આયુષ મંત્રાલયે સારા સ્વાસ્થ્ય અને ઈમ્યુનિટી માટે અમુક દિશા નિર્દેશ આપ્યા છે, આ એવા ઉપાય છે, જે સરળતાથી કરી શકાય છે. પીએમે આગળ લખ્યુ છે કે ઘણી તો એવી વાતો છે,જે હું વર્ષોથી કરી રહ્યો છુ, જેમકે આખુ વર્ષ ગરમ પાણી પીવુ, તમે એને પોતાના જીવનનો ભાગ બનાવો, સાથે જ બીજા સાથે પણ શેર કરો, બધા જાણે છે કે ઈલાજથી સાવચેતી સારી છે.

પીએમની અપીલ - પોતાનુ ધ્યાન રાખો

પીએમની અપીલ - પોતાનુ ધ્યાન રાખો

પીએમે લખ્યુ કે હજુ સુધી કોવિડ-19 માટે કોઈ દવા નથી, માટે આવા સમયે આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવા માટે સાવચેતીના ઉપયા કરવા જોઈએ, આયુષ મં6લયે હંમેશા નવસેકુ પાણી પીવા, દિવસમાં કમસેકમ 30 મિનિટ સુધી યોગાસન પ્રાણાયામ કરવા, ભોજન બનાવવામાં હળદર, જીરુ, કોથમીર, લસણ જેવા મસાલાનો ઉફયોગ કરવા, હળદરવળુ દૂધ પીવા, તુલસી, તજ, મરી, સૂંઠ અને સૂકી દ્રાક્ષનો ઉકાળો પીવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ 97 વર્ષીય દિલીપ કુમારે લખી કવિતાઃ ‘દવા ભી દુઆ ભી, ઓરો સે ફાસલા ભી...'આ પણ વાંચોઃ 97 વર્ષીય દિલીપ કુમારે લખી કવિતાઃ ‘દવા ભી દુઆ ભી, ઓરો સે ફાસલા ભી...'

English summary
PM Modi on shared an Ayush Ministry protocol on ways to stay fit and enhance immunity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X